________________
२४
શ્રદ્ધા અને સમભાવ મારામાં જમ્યાં છે. ભક્તિ, શ્રદ્ધા અને સમભાવથી રચાયેલા મારા અમુક પ્રકારના દૃષ્ટિકોણથી આયાશ્રીના પ્રથાની સમીક્ષા કરવા માટે આ પ્રયત્ન મેં આદર્યો છે.
સમભાવ વિના કોઈ પણ બાબતની સમઝ પણ શકય નથી તે સમીક્ષા તો શક્ય કયાંથી જ હેય? પૂર્વગ્રહોથી પીડિત થયેલું માનસ લેખકના હાર્દને સમઝી શકતું નથી. શ્રીહેમચંદ્રાચાર્યના ગ્રંથોના કેટલાક વિવેચકે આ પ્રકારના છે. શ્રી હેમચંદ્રાચાર્ય ઉપર પૂર્વગ્રથના જ ઉતારા' કરી 2થે રચ્યાના આક્ષેપો આવા કેટલાક વિવેચકોએ કર્યા છે. સમભાવ ન હોવાને લીધે જ શ્રીહેમચંદ્રાચાર્યના ગ્રંથરચનાના શુભાક્ષયને તેઓ સમઝયા નથી. એ બધાય માટે કાંઈક ને કાંઈક આ ગ્રંથમાં યથાસ્થાન કહેવા મેં પ્રયત્ન કર્યો છે. શ્રીહેમચંદ્રાચાર્યના ગ્રંથ વાંચવા માટે પ્રેરણું થાય તે માટે પણ પ્રત્યેક ગ્રંથનું વિવેચન કરતાં કેટલાક નૂતન મુદ્દાઓ મેં રજા કર્યા છે. પ્રત્યેક ગ્રંથના વસ્તુને સાર આપવા માટે મેં ખાસ ધ્યાન આપ્યું છે. અર્વાચીન યુગમાં હેમચંદ્રાચાર્યને પ્રથાનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રકારના ગ્રંથની આવશ્યક્તા હતી. તે આવશ્યકતા સંતોષવી એ આ ગ્રંથરચનાને હેતુ છે.
શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું વિષયવૈવિધ્ય બુદ્ધિને હચમચાવી દે તેવું છે. વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, મહાકાવ્ય-રચના, છંદશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પુરાણુરચના અને એવા અનેક શાસ્ત્રીય પ્રકારના વૈવિધ્ય ભરેલા પાંડિત્યપૂર્ણ પ્રથે તેમણે લખ્યા છે. તે બધાયની અહીં તે એક જ લેખકે સમીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org