________________
હેમાચાર્યની કૃતિઓનું આપણે જે આવી દષ્ટિએ, વિસ્તૃત રૂપમાં નિરીક્ષણ અને સમીક્ષણ કરીએ તે આપણને એમાંથી આપણા સમાજ, ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, ભાષા અને સંસ્કારની દૃષ્ટિએ અનેકાનેક ઉલ્લેખગ્ય વિચારે અને વિધાને મળી આવે તેમ છે. - શ્રીયુત મેદીની પ્રસ્તુત સમીક્ષામાં આવી કેટલીક ઉલ્લેખનીય વસ્તુઓ તરફ ગર્ભિત દિશાસૂચક અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે જે અભ્યાસીઓને અવશ્ય હેમાચાર્યના વાત્મયનું અધ્યયન કરવામાં પ્રેરણાદાયક થઈ પડશે; અને આશા રાખીએ કે ભવિષ્યમાં વિશિષ્ટ અભ્યાસીઓના હાથે એમની દરેક કૃતિ વિષે વિસ્તૃત સમીક્ષા કરતું આવું અકેકું મૂલ્યવાન અને સદૈવ અભ્યસનીય પુસ્તક તૈયાર થઈ ગુજરાતી ભાષાના ભંડારને સમૃદ્ધ બનાવશે.
વૈશાખી પૂર્ણિમા સંવત ૧૯૯૮
જિ ન વિ જ ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org