________________
२१
ગૂર્જરેન્દ્ર મહારાજાધિરાજ તરીકે આલેખ્યા છે તે જ ગૂર્જર દેશનું કેન્દ્રસ્થળ હતું, પરંતુ લેકમાં એ પ્રદેશનું તે નામ રૂઢ, બન્યું નહોતું અને તેથી એમને “ગૂર્જર” એટલે “સૌરાષ્ટ્રદિ” એ અસ્પષ્ટ અર્થ આપવો પડવો હતો. આ તો અહિં ઉદાહરણ સ્વરૂપે એક શબ્દ સૂચવવામાં આવ્યું છે. હેમચન્દ્રસૂરિએ પિતાના વ્યાકરણ, કાવ્ય, કાષ અને અલંકાર વિષયક ગ્રંથોમાં એવા અસંખ્ય નવા શબ્દ ઊમેર્યા છે જે એમની પૂર્વેના. ગ્રન્થમાં દૃષ્ટિગોચર થતા નથી, છતાં લેકમાં અને સાહિત્યમાં પ્રચલિત હતા. જો કેઈ અભ્યાસી હેમાચાર્યો સંગ્રહેલા એવા નૂતન શબ્દોનો પૃથફ સંગ્રહ કરવા ઈચ્છે તો તેમને એક નાને સરખે કષ જ જૂદ થાય એટલી એમની વિપુલતા છે.
હેમાચાર્ય એકલા સંસ્કૃત સાહિત્યના જ મહાન ગ્રંથકાર ન હતા પણ તેઓ પ્રાકૃત, અપભ્રંશ અને દેશ્ય ભાષાના વા મયના પણ તેટલા જ સમર્થ અને પારંગત ગ્રંથપ્રણેતા હતા. તેમનું રચેલું પ્રાકૃત ભાષાનું વ્યાકરણ તો સમગ્ર ભારતીય વાહમયમાં એક અપૂર્વ અને અનન્ય ગ્રંથ તરીકે સર્વસમ્મત થયેલું છે અને તે સાથે તેમને રચેલે દેશનામમાલા તરીકે પ્રસિદ્ધ દેશી શબ્દકોષ પણ તેટલે જ અદ્વિતીય મનાયો છે. એમનું રચેલું છોડનુશાસન પણ છન્દ શાસ્ત્રોમાં સર્વોપરિ ગણાય તેટલી ઉચ્ચ કોટિન અને સગપરિપૂર્ણ ગ્રંથ છે. શ્રીયુત મોદીએ, આધુનિક કવિઓને પણ એ ગ્રંથના અધ્યયનથી છન્દવિષયક કેટલીય નવી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે તેમ છે, એવું જે સૂચન, એ ગ્રંથના નિરૂપણપ્રસંગે. કરેલું છે તે સર્વથા સત્ય અને તથ્યપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org