________________
પૂ. જવાહરલાલજી મ. સા. નું ઘાટકોપરમાં ચાતુર્માસ હતું. ગાંધીવિચારધારાના તેઓ પ્રખર સમર્થક હતા. ખાદી વિષે લોકોને સચોટ રીતે સમજાવતા. તેમના માટે પૂ. કસ્તુરબા પણ એમ કહેતાઃ “હિંદમાં એક જવાહર નથી બે જવાહર છે.” એ ખરૂં હતું.
તે ઘાટકોપર પ્રવચન સમયે કસ્તુરબાનું પણ પ્રવચન હતું. તેમણે સાદી ભાષામાં ખાદી ઉપર પ્રવચન કર્યું. તેની ખૂબ જ અસર થઈ અને લેકે ટપટપ ખાદીની પ્રતિજ્ઞા લેવા માંડ્યા.
પૂ. જવાહરલાલજી મ. સાહેબે કહ્યું: “હું તે તમને રોજ ખાદીનું કહ્યા કરું છું, પણ કંઈ થતું નથી. પણ જે વ્યક્તિ પોતાના જીવનમાં આચરીને, અમુક વસ્તુમાં ઓત – પ્રેત થઈને તે વિષે કહે છે ત્યારે એની ઝડપી અસર થાય છે.”
એટલે અહિંસક પ્રાગકાર માટે અહિંસાનું જીવનમાં ઓતપ્રોત થયેલું આચરણ ઘણું જ જરૂરી છે. વહેવારુ અહિંસક ઉકેલ કરનાર
એવી જ રીતે સામુદાયિક અહિંસાના પ્રયોગકાર પાસે વહેવાર બુદ્ધિ હોવી જોઈએજેના વડે તે ઉકેલ અહિંસા વડે કરી શકે. ક્યારેક પ્રકાર એક હિસાને રોકવા જાય છે પણ બીજી હિંસા કરી બેસે છે. એવા પ્રસંગોમાં આ અહિંસક પ્રયોગકાર વહેવારૂ ઉકેલ આણી શકનારે હવે જોઈએ.
- અહીં એક સાધુ – પુરૂષ શ્રી કેદારનાથજી રહે છે. તેમણે એક વખત વ્યવહાર શુદ્ધિ મંડળ રચ્યું. લેકે પાસે તેમણે પ્રતિજ્ઞાપત્રો ભરાવ્યાં. ત્રણચાર વર્ષ ઉપર તેમની પાસે એક પ્રશ્ન આવ્યો. “ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ માટે મકાન જોઈએ; પણ મુંબઈમાં કાઈ મકાન મળતું નથી. કોઈ આપે તે પાઘડી માગે છે; તે ખાદી બોર્ડ જેવી નૈતિક સંસ્થા કઈ રીતે આપી શકે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com