________________
હતું. માટે તેમણે ચૌરીચોરાને પ્રસંગ બનતાં લડતને તરત અટકાવી દીધી. તેવી જ રીતે પ્રસંગ પડતાં ફરી પાછું સમૂહ વડે કાર્ય લીધું.
જે ઊડું વિચારીએ તે ગ્રેસે પોતે પણ, સત્ય અને અહિંસાને બંધારણના ઘડતરમાં રહેતાં લીધાં. એટલે સ્વરાજ્ય બાદ અહિંસક સમૂહ લડતમાં ગાંધીજી અને ચુનંદા સાથીઓ એકલા પડી ગયા હતા. ને આખલીને પ્રસંગ એ સૂચવે છે. માટે આજે જેમ સામુહિક યુગ છે, તેમ સંસ્થા દ્વારા ઘડાયેલાં માણસને સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવા પડે તેવું છે. જેમ હિંસક શસ્ત્ર વાળી સેનાને વ્યુહરચના, રોજની તાલિમ જરૂરી હોય છે તેમ અહિંસક સેના માટે પણ હોય છે, અને તે ગોઠવવી પડશે.”
શ્રી. બળવંતભાઈ : “પણ આપણી પાસે એવા શાંતિ સૈનિકે ક્યાં છે? એટલે જ વિનેબાજી પણ થાકી જતા હોય તેમ લાગે છે?”
શ્રી દેવજીભાઈ : “શરૂઆત તે સર્વાંગી ક્રાંતિની વ્યક્તિથી જ થાય છે, તેમાં વાંધો નથી પણ એની જાસરથી સમૂહમાં ઘડતર થવું જોઈએ. ગાંધીજીનું એથી જ આપણને વધુ ખેંચાણ રહે છે.”
પછી વર્ગ સભ્યની ચર્ચા ચાલી તેનું તારણ નીકળ્યું -
“સાધુસંસ્થાની અનિવાર્ય જરૂર છે. પણ સામુદાયિક અહિંસાના પ્રયાગની પહેલ કોઈ વિભૂતિથી થશે. તેણે સંસ્થા દ્વારા સામુદાયિક અપીલ થાય એવા પ્રયોગો કરવા પડશે. એમાં ખાડા ટેકરા આવે જવાના. પણ એ કાર્યક્રમ વ્યવસ્થિત ચલાવવો જોઈએ. તેમજ શ્રદ્ધાપૂર્વક થોડાક મરજીવાઓએ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભાગે સતત જાગૃત રહીને લાગ્યા રહેવું જોઈએ. (તા. ૪-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com