________________
૭૩
કરવા લાગી જાય ત્યારે માનવું રહ્યું કે, રાજ્ય અહિંસા તરફ વિચારતું થયું છે. આ તાલીમ બાપુજીના પ્રતાપે દેશમાં આવી છે.
એની બીજી બાજુ પણ છે. તે નિરાશાજનક લાગે છે. શિક્ષકો ઉપર તડી પાડી. પટણમાં મફત મુસાફરી કરતા મુસાફરોને પકડયા. તેમના ઉપર કેસ ચાલ્યો તે મેજિસ્ટ્રેટ ઉપર વિદ્યાર્થીઓ અને લેકે, હુમલે લઇ ગયા અને આરોપીને છોડાવીને લઈ જવા લાગ્યા. પોલિસ આવી. તેફાન વધુ થતાં ગોળીબાર કરવું પડે. દશબાર જણ ઘવાયા. આમ એક બાજુ હિંસા કરવી પડે છે; બીજી બાજુ અહિસાના પ્રયોગો કરવાના છે. રાજ્યને જે સંસ્થાનું નેતૃત્વ મળ્યું છે તેના નેતાએ અહિંસામાં માને છે પણ જે પિલિસ મળી છે તેનું ઘડતર જુના શાસકે અંગ્રેજોના હાથનું છે. ત્યારે નવી પ્રજાને આજના રાજનૈતિક દળે ઉંધી દેરવણી આપતા હોય છે. પરિણામે મહાત્મા ગાંધીજીએ જે સામુદાયિક અહિંસાની તાલીમ આપી હતી તેનાથી આપણે પીછેહઠ કરતા જઈએ છીએ. તેથી ગોળીબાર, લાઠીમાર વગેરે કરવા પડે છે. એની સાથે દાંડત જેર કરતાં જાય છે.
એટલે પહેલે મુદ્દો છે. રાજ્યની દંડ શક્તિ અહિંસા તરફ કેમ વળે? એ માટે સર્વપ્રથમ તે પ્રજાને ન્યાયથી જીવતા કેળવવી જોઈએ. ન્યાય ત્યારે જીવનમાં પ્રવેશે જ્યારે માણસ સ્વતંત્ર અને નિર્ભય થઈને ફરી શકે! એ માટે દાંડ–અન્યાયી તો આગળ તેને નમવું ન જોઈએ. બને તે એવાં તત્ત સાથે ભળવું ન જોઈએ અને તેમને દૂર કરવા માટે કદાચ દબાણુ કે નજીવી હિંસા વાપરવી પડે તો તે વાપરવી જોઈએ.
એક યુવાન બાળાને પ્રસંગ મને યાદ છે. તેની કોઈ યુવકે છેડતી કરી તે કરીએ તેને ચંપલ માર્યા. આમાં હિંસા તે થઈ પણ શીલને બચાવવા માટે એમ કરવું પડે તો તે ક્ષમ છે. સમાજને ન્યાય મળે, સમાજમાં કે ઓછા થાય એજ અહિંસક સમાજની દશામાં સયિ પગલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com