________________
૧૪૪
કે સમગ્ર જીવન ઉપર રાજ્યની જે અસર છે તે ઓછી થાય; તેમજ રાજ્ય ઓછામાં ઓછી હિંસાથી ચાલે એવી સ્થિતિ સર્જાય! આ કાર્ય પ્રજાએ કરવાનું છે. તે માટે તેણે જાગૃત થવું જોઈએ. પ્રજાતંત્રમાં પ્રજામાં નૈતિક-સામાજિક જાગૃતિ હેવી જ જોઈએ. એવી જાગૃતિ માટે શુદ્ધિપ્રયોગ એક અહિંસક સાધન છે; જે સામુદાયિક અહિંસાના પ્રચારમાં અસરકારક છે.
ચર્ચા-વિચારણું શ્રી. માટલિયાએ આજની ચર્ચા શરૂ કરતાં કહ્યું –આજનું પિલિસ તંત્ર પ્રજાલક્ષી બન્યું નથી ત્યાં લગી નગર અને ગામડાનું રક્ષણ લેકાવલંબી બનાવવા માટે પોલિસતંત્ર અને શુદ્ધિ પ્રયોગ બન્ને વચ્ચેનું એક દળ જોઈશે! સરકારે જે કે ગૃહરક્ષકદળ અને ગ્રામરક્ષક દળ ઊભાં કર્યા છે, તેમને હથિયાર પણ આપ્યાં છે પણ તે બીજી દષ્ટિએ; કે દાંડ તો સામે તે દળ ઉપયોગી થશે. આવાં દળો એક્તરફ સરકાર સામે વધુ જોનારાં અને બીજી બાજુ દાંડ તો સાથે પણ સબંધિત રહેવાનાં. એનાં કારણે આજની ગ્રામ-પંચાયતમાં જેમ માથાભારે લોકો સરપંચ બની જાય છે તેમ આમાં થવાનું. પણ જે ઠેર ઠેર નૈતિક ગ્રામ સંગઠને, માતૃસમાજે, મજુર સંગઠનનું નૈતિક પ્રતિનિધિત્વ ઊભું થશે અને જિલ્લાવાર, તાલુકાવાર કે નાના વિભાગવાર શુદ્ધિપ્રયોગનું તત્વ આવશે તો તે માણસ પ્રમાણમાં દાંડ નહીં રહી શકે. અને ધીરે—ધીરે અહિંસાને અંકુશ પણ હિંસા ઉપર આવશે.
આનાં પરિણામે આપણે સપ્ત સ્વાવલંબનના કાર્યક્રમમાં જે સ્વાવલંબી રક્ષા ઈચ્છીએ છીએ, તે આવવાની અને પિતાના ગામ કે નગરની બહેનની ઈજજત રહે-શિયળ રક્ષાય તથા ગામ કે નગરની શાન વધે તેવું જ ગ્રામરક્ષકદળ કે નગર રક્ષકદળનાં માણસે કરશે. એજ રીતે તેને શુદ્ધિપ્રયોગની લાગણી થશે. તેમજ આપણી દષ્ટિએ લવાદને કાર્યક્રમ ચાલશે. આજે તો ગ્રામપંચાયતમાં લવાદને ૫ણુ વગમાં તણાવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com