________________
૧૬૧
વિનોબાજીએ કહ્યું: “ના!”
ત્યારે તેમની બાજુમાં ચાલતાં શ્રી. ફૂલજીભાઈએ ખુલાસો કર્યો? “બાબા ! નૈતિક તત્ત્વવાળી કોઈ સંસ્થાના સંચાલન નીચે કોઈ ઉપવાસ કરે તે વાંધો ખરો?”
વિનોબાજીએ ત્યારે કહ્યું: “ના ! ત્યારે કાંઈ વાંધો નથી.”
એવી જ રીતે શુદ્ધિગ સિવાયના આસપાસના ગામમાં જે. સહાયક ઉપવાસ થાય તે પણ યોગ્ય જ ગણાય ! બહારની ટુકડીઓ
એ જ પ્રશ્ન બહાર ગામની ટુકડીઓ માને છે. તે પણ યોગ્ય જ છે. ગાંધીજીની પ્રેરણાથી સ્વરાજ્યની લડત વખતે કોંગ્રેસ કમિટિઓ સત્યાગ્રહ કરવા દૂર-દૂરથી ટુકડીઓ મોકલતી. તેના મેકલેલા માણસે યોગ્ય હેયજએજ રીતે નેતિક બળ પ્રેરતી સંસ્થાના સંચાલન તળે બહારની ટૂકડીઓ આવે તેમાં વાંધો નથી.
સત્યાગ્રહીઓમાં તે વખતે ઘણાયે નિષ્ફળ નીવડતા; ઘણા માફી માગી ઘર ભેગા થતા છતાં ગાંધીજી બહારના માણસોને લેતા, તો સંસ્થા જેના અંગે ખુલાસો કરીને મંજૂરી આપતી હોય તેવા માટે વાધે ન લેવો જોઈએ. માણસ ખરાબ હશે તે તે ટકી નહીં શકે પણ તેને તક જ ન આપીએ; કંઈ કરીએ જ નહીં; તો કામ કેમ ચાલે ? કેંગ્રેસની માન્યતાવાળા અને પરિચિતને લઈએ એટલે ચિંતા ઓછી રહે છે. અતિ ઉગ્ર શુદ્ધિપ્રયોગ
ક્યારેક શુદ્ધિપ્રયોગમાં સરળતાથી કે ટુંકી મુદતમાં સફળતા નથી મળતી. તે વખતે પિતાની સંસ્થાને બધી વિગતો જણાવી; તેનાં માર્ગદર્શન તળે અતિ ઉગ્ર શુદ્ધિપ્રયોગ પણ કરવામાં આવે છે. ત્યારે ચોમેરથી એવું વાતાવરણ ઘડવામાં આવે છે કે અન્યાયીને કયાંય નીકળવું મુશ્કેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com