________________
૧૬૯
ચાલીસ વરસના અંતે પણ તે લોકો દેવીને એક માણસનું માથું ચઢાવવા માટે યુફેંગ પાસે સલાહ લેવા આવ્યા ત્યારે યુફેંગે તેમને ઘણું સમજાવ્યું કે હવે આ કુપ્રથાને બંધ કરે, કાઢી નાખો. પણ યુફેંગની વાત તે લેકેએ નહિ માની. બહુ વિચારને અંતે તેણે એક રસ્તો કાઢો કે જે તમારે માણસનું માથું જ ચઢાવવું હોય તો અમૂક ઠેકાણે લાલ કપડાં પહેરેલા માણસને જુઓ તેનું જ માથું કાપજે, બીજાનું કાપતા નહિ ” તેમણે કબૂલ્યું,
યુફેંગ હવે સમજી ગયો કે માત્ર ઉપદેશોથી એ લેકો માનવાના નથી, બલિદાન આપવું જ પડશે. તે પિતે લાલ કપડાં પહેરીને આદિવાસીઓને બતાવેલ ઠેકાણે ઊભો રહ્યો. તેણે પિતાને ચેહર બદલી નાખ્યો, એટલે ઓળખતો ન હતો. આદિવાસીઓએ તેનું માથું કાપી નાખ્યું. દેવીને ચઢાવ્યું તે વખતે તેમને ચેહરો ઓળખીતે લાગ્યો. હવે શું થાય ! અરર ! આ યુફેંગ !! ગજબ થઈ ગયો.
યુફેંગના બલિદાનની ધારી અસર થઈ. ત્યાર પછી આ આદિવાસીએ નરબલિ પ્રથા બંધ કરી દીધી. સ્વીટ્ઝરલેંડને જોન બુદરૉજ :
ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓમાં પણ અહિંસક શાંતિવાદીઓના ઘણું દાખલા મળે છે. સ્વીટ્ઝરલેંડના જાન બુદૉજને દાખલે બહુ જ પ્રેરણાદાયક છે. તે ત્યાં લશ્કરી તાલીમ આપનાર એક હોદ્દેદાર હતો. તે લશ્કરને તાલીમ આપતો. તેના હાથે તાલીમ પામેલાને પહેલું સ્થાન મળતું.
તેના ખિસ્સામાં એક નાની બાયબલની ચેપડી હંમેશા રહેતી. જ્યારે તે પ્રાર્થના કરો ત્યારે બાયબલ ઉઘાડી ને થોડુંક વાંચતે. એકવાર બાયબલ વાંચતાં–વાચતાં તે મંથનમાં પડી ગયો કે “તારા ડાબા ગાલ ઉપર તમાચો મારે તો જમણે ધરજે” જિસસના આ વાકય સાથે યુદ્ધની તાલીમ મેળ પડતો નથી. ખ્રિસ્તી ધર્મ સાથે પણ માનવસંહારને મેળ ખાતો નથી. તો શું મારે હવે આ લડાઈની તાલીમ આપવાની નોકરી છોડી દેવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com