________________
૧૬૭
અહિંસક પ્રતિકાર શક્તિ કામ નહીં આવે. હુલ્લડ અને તેફાની તને વખોડવા જોઈએ; નહીંતર શાંતિસેના પાયા વગરની થશે.
પછાત્વને પણ એ દષ્ટિએ સારા માર્ગે વાળવાની જરૂર છે કેવળ વિચાર આપવાથી એ કામ નહીં થાય; પણ સાથે ઘડતર જરૂરી છે, નહીંતર એ લેક તોફાની, હિંસાવાદી, સામ્યવાદી, કે કોમવાદી તોના હાથમાં રમત જશે. શાંતિની વાતેથી શાંતિ આવતી નથી, પણ તે માટે સર્વપ્રથમ અહિંસા વડે જાત ધડતર અને પછી લેધડતર કરવાથી જ થશે. તેથી જ સર્વ સામાન્ય લેકેમાં હિંસાના બદલે અહિંસા પ્રત્યે શ્રધ્ધા બેસશે અને આમ જનતા તેમાં રસ લેતી થશે. શાંતિ સેનિની યોગ્યતા :
આટલે વિચાર કર્યા પછી હવે શાંતિસૈનિકની યોગ્યતા વિષે વિચારીએ “શાંતિસેના” શબ્દમાં સૈનિક-સંગઠન આવી જ જાય છે. શિસ્તબદ્ધ અને સંસ્થાબદ્ધ એ શાંતિસૈનિક હોવો જોઈએ. તેને સુસંસ્થાઓ સાથે અનુબંધ હોવો જોઈએ. તે ઘડાયેલી સંસ્થામાં ઘડતર પામીને આવેલ હોવો જોઈએ !
વગર ઘડાયેલા ગમે તે પક્ષના લોકોને શાંતિસેનામાં દાખલ કરવાથી અને પાછળથી ઘડતર થઈ જશે, એમ વાત કરવાથી, યોગ્ય સેના નહીં બને. કદાચ એવો સૈનિક કવાયત કરશે, શિસ્ત પાળશે, પણ મોકો આવતાં કેટલે ટકી શકશે તે એક શંકા છે. તેના બદલે ગ્રામસંગઠન, લવાદી પ્રોગ, શુદ્ધિપ્રયોગ વગેરેમાં એ ઘડાતો ઘડાતે આવશે તો, આવા ઘડાયેલા શાંતિસૈનિકે ભલે સંખ્યામાં ઓછાં હશે પણ ટકી શકશે તેમજ અહિંસામાં માનનારા ઘણુ બીજાનું ઘડતર કરી શકશે. શાંતિના પ્રયોગ :
દેશ અને દુનિયાના પ્રવાહે જોતાં મને લાગે છે કે શાંતિ માટે ત્યાગ-બલિદાન કરનારા લે કો કેવળ ભારતમાં જ નહીં, પણ અન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com