________________
૧૯૪
માને છે. ત્યાં તેમને સર્વોદયની રાજ્યમુક્તિ કે રાજ્ય નિરપેક્ષતાની વાત સાથે ક્યાંથી મેળ બેસી શકે? વ્યક્તિગત રીતે સારા માણસ હોઈ શકે પણ સમગ્ર પક્ષ કે સંસ્થાની સાથે અનુસંધાનની વાત વ્યકિતના માધ્યમથી થતી હોય ત્યારે તેમાં કાળજી રાખવી જોઈએ!
સામુદાયિક અહિંસાના પરિબળો સામે સર્વેદીય કાર્યકરે અથડાતા હોય એવો ઘણીવાર આભાસ થાય છે એટલે સામુદાયિક અહિંસાના પ્રયોગો કરવામાં જે કાળજી રાખવાની છે તે રાખ્યા વગર તે બધું જ કાર્ય ઊંધું વળી જવાની ભીતિ છે.
સામુદાયિક અહિંસાના પ્રયોગના વિશ્વ માટેના કાર્યક્રમ?
આ અંગે વિચાર કરીએ તે નીચેના કાર્યક્રમ ઉપાડવા જોઈએ, એમ લાગશે –
(૧) વિશ્વસરકારને વિચાર સર્વપ્રથમ કરવો પડશે. આજે વિશ્વની કક્ષાએ જ્યારે એ વસ્તુનો વિચાર કરીએ છીએ ત્યારે યુનેને જ લેવું પડશે. તેને સક્રિય, તટસ્થ, નિષ્પક્ષ, અહિંસાની દિશામાં પ્રગતિશીલ અને બળવાન બનાવવી પડશે.
(૨) વિશ્વ અહિંસા સંપર્ક સમિતિ રચવી પડશે. જે વિશ્વના રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિ સપાટી ઉપર કામ કરતાં ‘અહિંસાનાં પરિબળો સતત સાથે સંપર્ક સાધશે.
અત્યારે તે વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંધ અને ભાલ નળકાંઠા (ગ્રામ્ય) પ્રાયોગિક સંવ બને આ વિષે પ્રયત્નશીલ છે.
બીજાં પરિબળોને સંપર્કમાં રાખવા વિશેષ પ્રયત્ન કરવા પડશે. is (૩) અ મ પ્રાણ પ્રતિબંધ મૂકવાની વાત ઝડપથી વિશ્વના રાષ્ટ્રોના કાને પહોંચાડવી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com