________________
ર
એવી જ રીતે બટેંડ રસેલે અણુમ પ્રયોગ ઉપર પ્રતિબંધ મૂકવા માટે બ્રિટીશ કચેરીઓ ઉપર પ્રદર્શને કર્યા. હિંદુસ્તાનમાં મુંબઈમાં પણ આ રીતે વિદેશી કચેરીઓ ઉપર પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. લાખો વિજ્ઞમિઓ (pamphlets) વહેંચી. પછી કાંઈક કાનૂનભંગ કર્યો હશે એટલે રસેલને બ્રિટીશ સરકારે જેલમાં પૂર્યા છે!
એવી જ રીતે આંતરરાષ્ટ્રીય શ્રમ શિબિર નામની એક સંસ્થા ભ્રાતૃભાવ વધારવાનું કામ કરે છે. પણ, એ બધા નાના મોટા પ્રયોગો છેવટે વ્યક્તિવાદી પ્રયોગોમાં માનનારા છે. એ બધાં શાંતિવાદી બળોનું અનુસંધાન કરવા માટે સર્વસેવા સંધ તરફથી થોડેક પ્રયત્ન ચાલે છે.
એવી જ રીતે વિશ્વના ધર્મોવાળાને ભેગા મળીને વિચાર કરવા માટેની ભૂમિકા મુનિશ્રી સુશીલકુમારજીએ વિશ્વધર્મ સંમેલન વગેરે દ્વારા ઊભી કરી છે તેમજ અહિંસાના વિકાસ માટે અહિંસા શેધપીઠ અને અને અહિંસા પુસ્તકાલય પણ ચલાવવાની યોજના છે.
હિંસા વિરોધક સંધ, જીવદયા મંડળ તેમજ જુદી જુદી ગૌશાળાઓના પ્રયત્નો પણ ચાલે છે પણ એ બધાનું સંકલન થાય અને બધા ભેગા મળીને કામ કરી શકે તેજ અહિંસા વિજયી બની શકે. નહીંતર હિંસાના પ્રવાહ એટલી ઝડપથી વહી રહ્યા છે કે એને ખાળવાનું કામ અઘરું બની જશે. હિંસક શસ્ત્રો-અણુબોમ ઉપર પ્રતિબંધ:
હવે તે અણુંબેમ ઉપર પ્રતિબંધ મૂકવાની અપીલ લાલચીન અને સામ્યવાદી રશિયા તરફથી પણ બહાર પડી છે. હવે રાષ્ટ્રો એ દિશામાં કચ કરી રહ્યા છે. અણુબોમ ઉપર પ્રતિબંધની માંગ દિવસે દિવસે વધતી જાય છે. પણ લોકોને ચીન કે રશિયા ઉપર વિશ્વાસ બેસતા નથી.
કારણ કે રશિયા અણુબોમ-પ્રતિબંધની વાત એક તરફ કરે છે. ત્યારે બીજી તરફ ૫૦ મેગાટન બોમના પ્રયોગ કરે છે. આ બન્નેના મેળ ખાતો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com