________________
૧૭
ધારા પ્રમાણે યુગની ક્રાંતિના કાર્યક્રમે જેમ ભાલનળકાંઠા અને ગુજરાતમાં અપાયા છે, તેમ હવે આ શિબિર પછી દેશ-દેશાંતરમાં આપવાના રો. આપણે જગતના ચોગાનમાં સામુદાયિક અહિસાના પ્રયોગોવાળી વાત સીધી રીતે મૂકી દેવી જોઈએ. વિશ્વના અનુસંધાનમાં નિરામિષાહારને ભલે વાર લાગે પણ યુદ્ધકક્ષાની હિંસા તે જશે જ. તેમ જ કાર્યક્રમો આવતાં જગતમાંના બધાં અહિંસક બળોનું અનુસંધાન થઈ જ જવાનું.”
શ્રી. સુંદરલાલઃ મારા નમ્ર મત પ્રમાણે નિરામિષાહારની વાત પણ જગતની માનવજાતમાં જોરથી ફેલાશે! પશુ–પંખીને થતું દુઃખ જે જાતે જુએ તે આજને માનવી એ છોડશે જ !”
શ્રી. માટલિયાઃ “સવારે પ્રવચનમાં બદ્રાંડ રસેલની વાત આવી હતી. આ અંગે થોડી ચોખવટ કરી લઉં. અત્યાર સુધી રસેલની જીવન ફિસૂકી ભોગવાદી–સ્વચ્છતાની હોય તેવી તેમના સાહિત્ય પરથી છાપ ઉઠે છે. તેઓ અહિંસાને સિદ્ધાંત તરીકે નહીં, પણ ઉપયોગિતાની દષ્ટિએ માનતા જણાય છે. છતાં ખરેખર એમને અસર સાચી થઈ હોય તે જુદી વાત છે. નહીં તે આપણે એમની સાથે અનુસંધાન કરીએ છતાં વ્યાપક પ્રતિષ્ઠા નહીં આપી શકીએ.
આપણી અનુબંધ વિચારધારા સાથે વધુ સુસંગત તો કવેકર્સ સંપ્રદાયના શાંતિવાદીઓ છે. તેઓ ખેતી, ડોકટર કે શિક્ષકને ધંધે પસંદ કરે છે કારણ કે શુદ્ધ આજીવિકાને તેમને આગ્રહ હેય છે. એમનામાં ચાર બાબતે મુખ્ય છે -(૧) નિશ્ચિત સમયે ક્યાંયે પણ હોઈએ (મૌન) પ્રાર્થના, (૨) યુદ્ધનિષેધ (યાતના સહીને પણ), (૩) શુધ્ધ આજીવિકાને આગ્રહ, (૪) બાળકે પૈકી એકાદને આપવું. આપણે ચર્ચામાં કટુતા લાવતા નથી. છતાં ઉગ્રતા કોઈવાર આવે છે ત્યારે આપણે નેતાનું કહેવું “માનીએ કે ન માનીએ” એવી પરિસ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com