________________
૧૦૮
આવે છે. ત્યારે તેઓ તે ઉગ્ર ચર્ચા થાય ત્યાં શાંતિને ઘંટ પડતાં બધા અનુસરે છે. શ્રી રસેલને પં. નહેરૂએ હજુ સ્પષ્ટ રીતે ટેકો આપે નથી. બાકી પૂ. ગુરુદેવે કહ્યું તેમ પંડિતજી અને કોંગ્રેસ એકલાં ન પડે તે તો આપણે જોવું જોઈએ.
આપણે નીચેના કાર્યક્રમો આપી શકીએ ;-(૧) નિર્માસાહાર, (૨) સંયમલક્ષી જીવન, (૩) આજીવિકા શુદ્ધિ, (૪) સંતાનો પૈકી એકાદ આ કામમાં આવે તેવી સમાજ પાસે માંગણું, અને (૫) હરિજન, આદિવાસીઓ કે પછાતને સ્વમાનભર્યું સ્થાન મળે તે માટે ઘેર-ઘેર જઈને સંકલ્પ કરાવવા.
આવા આવા કાર્યક્રમો આપવાથી વિશ્વમાં અહિંસાના પરિબળોનું અનુસંધાન જરૂર થઈ જશે.
(૧૭–૧૧-૬૧),
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com