________________
વગેરે રાષ્ટ્રોએ સહી કરી હતી પણ પાછળથી એના ઉપર ટકી ના શક્યા. કોલંબમાં હમણું એવા રાષ્ટ્રોની બેઠક મળી હતી. તેમાં કામ સુંદર થયું પણ સંસ્થાવાદ, કોરિયા અને હંગેરીના ઉકળતા પ્રશ્નો આવ્યા ત્યારે કેઈ સી, તે કઈ નાટે, તે કોઈ સામ્યવાદ, તે કઈ સંસ્થાનવાદની તરફેણમાં થઈ ગયા. તેથી તટસ્થ રાષ્ટ્રવાદના પ્રશ્નમાં નિરાશા આવી. હવે એને બહુજ ઝડપથી આગળ વધારવાની તક આવી લાગી છે. નિરાશ થવાની જરૂર નથી. શાંતિની વાતો કરનારાં બળો જે પ્રજાની કક્ષાએ વાત કરતા થાય તો નિઃશસ્ત્રીકરણ અણુ બોમ પ્રતિબંધ કે સૈન્ય ઘટાડાનો પ્રશ્ન બહુજ ઝડપથી પતે. પણ મેટાં મોટાં રાષ્ટ્રો પ્રજાને અવાજ ગુંગળાવી દેવાનો પ્રયત્ન કરતાં હોય છે.
હમણું–હમણાં એ આશાપ્રદ વાત બની છે કે કેનેડી અને કુવા બન્નેની પત્નીએાએ શાંતિ માટે સાફ-સાફ વાતો કરી છે. જે સ્ત્રી સંસ્થાઓ મારફત આ કામ થાય તો વિશ્વમાં શાંતિનો માર્ગ સાફ થઈ જાય. માતૃ સમાજે આગળ પણ આ વાત હું મૂકવા ઈચ્છું છું. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘને પણ આ ખુશી સમાચાર જણાવ્યા છે. છેવટે તો જનતાનાં સંગઠન વડેજ વિશ્વમાં અસરકારક સામુદાયિક અહિંસાને પ્રયોગ કરી શકહ્યું.
વ્યક્તિગત શાંતિનાં પરિબળે :
હવે આપણે વ્યક્તિગત રીતે વિશ્વમાં શાંતિનાં જે પરિબળો છે, તે વિષે વિચારીએ. મને જ્યાં સુધી યાદ છે; સાયપ્રસ નામના ટાપુ ઉપર “ સ્કીલ” નામને એક યુવાન કિસાન રહેતો હતો. ઈગ્લાંડ અને જર્મનીના ઝઘડા વખતે ઇગ્લાંડની ફેજ જર્મની બાજુ ઉપડી ત્યારે એ યુહને વિરોધ કરવા માટે એ લોકોની ટુકડીએ ઉપડી અને એક જવણીમાં એણે ૨૧ ઉપવાસ કર્યા. એની સહાનુભૂતિમાં બીજા સહાયા ઉપવાસીઓ પણ ઘણુ હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com