________________
*
૧૮૦
પણ આ બાબતો એટલી જ જરૂરી છે. શાંતિસૈનિકની ગ્યતા જાતને હેમવાની તૈયારી એટલે જ આપણે ગણેશ શંકર વિદ્યાથી, વસંતરાવ. રજબ વગેરેને યાદ કરીએ છીએ. બાપુ એટલા માટે જ ખડા સૈનિકોનું લિસ્ટ રાખતા. એ લેકેએ આદેશ મળતાં ચાલી નીકળવાનું હેય. અલબત્ત પ્રાંતવાર, વિસ્તારવાર, સેનાપતિઓ પણ નીમતા!
શ્રી રીડ ગ્રેગે કહ્યું છે તેમ અહિંસક સૈનિકે તાલીમ લીધી હોવી જોઈએ. જે વ્રતબદ્ધ હશે તેજ ગમે ત્યાં અનિષ્ટોને પ્રતિકાર કર્યા કરશે. ચચિલે ઘડિયાળના કાંટા બદલાવ્યા અને “V” for victory" એટલે કે “અમે વિજય માટે છીએ”—તેવાં સૂત્રે ચેમેર લખાવ્યાં. તે પ્રમાણે જસે ટકાવી રાખવા માટે કંઈક થવું જોઈએ. પિતાના ચક્કસ વિસ્તાર સાથેના સંગઠન સાથે જોડાઈને કામ કરતા બધાના આશ્રયરૂપ થવાય; નોધારાને આધાર, સ્ત્રીઓ માટે અભયસ્થાન.
મારો અનુભવ છે કે આપણે જેમની ચિંતા કરીએ છીએ તેઓ આપણી વધારે ચિંતા કરતા હોય છે, મને માલપરાને લકે એકલા ન જવા દેતા. “જે છે સૌનું, તેનાં સૌ છે.” ભાલનકાંઠાને આદેશ થયે તે મારી ચિત્તળની થેડી સંપર્કની સ્થિતિ પણ મદદે આવી !
એટલે વિનેબાજીએ સંગઠન ન કર્યું તે જુસ્સો લાંબે ન ટક્યો. અમૂક સમયે શાંતિ–સૈનિકોની પરેડ કરાવીએ તે ન ચાલે. રજની કવાયત જોઈએ. એજ રીતે સૈનિકે નીચેથી ઘડાયેલા હોવા જોઈએ. કેટલીકવાર શુઢિપ્રયોગની જેમ નાના ઉપવાસની પ્રથમ કડીઓ લઈ, છેવટ આમરણાંત ઉપવાસની કડીઓ સુધી જવું પણ પડે. કેટલીકવાર પૂરમાં ન માતાં બાજુ ઉપર બેસીનેયે હામાવાનું આવે–આ બધે વિવેક રાખવો જોઇએ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com