________________
૧૭૮
ચર્ચા-વિચારણું
શ્રી. ચંચળબેન : આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “ગાંધીજીના હિંદુ-મુસ્લિમ એકતાના પ્રયાસે પાયાના હતા. તેથી સ્વરાજ્ય બાદ તેમને આખલી સાંભળ્યું. તેઓ હિંસાના ખોળામાં અભયને બતાવી આપતા.
સવારે પૂ. મહારાજશ્રીએ કહ્યું તેમ સન ૧૯૪૬ માં ઇંદુમતીબેને હિંસક હથિયારોવાળાં ટોળાં વચ્ચે જઈને ભાષણ આપ્યું હતું. જે શૌર્ય છે તેને હિંસાના બદલે અહિંસાને માર્ગે વાપરવામાં આવે તે કેટલું બધું કામ થાય! સુભાષ બે ઝ. રાજપૂત કેમ વગેરે વ્યક્તિ અને સમૂહ કેટલું ભવ્ય કામ કરી શકે! પૂ. ગુરુદેવ બલિદાનની વાતો ગાંધીજીના અનુસંધાનમાં કહી રહ્યા છે, તેથી આપણે સૌ ઘડાઈ રહ્યાં છીએ. એટલે આ શિબિરનું પરિણામ ઘણું સુંદર આવશે તેમાં શંકા નથી.”
શ્રી દેવજીભાઈ: “શાંતિસેનાની વિદ્વતાભરી વાતોથી શાંતિસેના નહીં આવે. એને પાયો અને યોગ્યતા કાર્યક્રમમાંથી અને તેયે આમ જનતામાંથી આવશે. ગ્રામટુકડીઓ તેમજ મહિલા ટુકડીઓ ઉપર અમદાવાદમાં જે બન્યું તેમાં એ બધાં ટકી રહ્યાં. તેની પાછળ પૂ. મહારાજશ્રી પ્રત્યેની અને ભાલ નળકાંઠા પ્રયોગની સંસ્થાઓ પ્રત્યેની શ્રધ્ધા સિવાય મુખ્યબળ બીજું શું હતું? એ પ્રસંગે ભવ્ય બની ગયા. જે કયાંયે નથી મળતું તે અનુબંધમાંથી મળે છે. ગાંધીજીને જે મુખ્યબળ મળ્યું હતું તે તો મુંગી જનતાની સમજસૂઝભરી શ્રધ્ધાથી જ મળ્યું હતું.”
શ્રી, પંજાભાઈ: શાંતિસૈનિક મોટે ભાગે સાધુવર્ગમાંથી જ આવવા જોઈએ, કારણ કે, પાછળની એને ચિંતા ન હોય! જો કે સાધુ જાતે જ શાંતિસૈનિક જ છે. પણ તેઓ આજે તેવા રહ્યા નથી. હવે તેમને બદલાવું પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com