________________
૧૮૪
ગોવધ પ્રતિબંધ થવો જોઈએ !” એ થઈ જાય તે વૈષ્ણવો રાજી થઈ જાય. પણ આ પ્રતિબંધ કરશે કોણ? સરકાર કે લેકે? રાજ્ય એકલું કરી શકશે ? તેની એક મર્યાદા છે. જ્યાં સુધી કેને ગળે આ વાત ન ઊતરે અને ગોરક્ષાનું વાતાવરણ પેદા ન થાય ત્યાં સુધી રાજ્ય એકલું કાનૂન દ્વારા પણ આ કામ નહીં કરી શકે ! ઘણીવાર તો આવા વૈષ્ણ ગોવધ પ્રતિબંધના નામે વિરોધી રાજકીય પક્ષોના ખોટા હાથા બની જાય છે. દા. ત. કરપાત્રીજી એક રાજકીય પક્ષના આગેવાન બની લેકોને ભડકાવી રહ્યાં છે. આવાં કોમવાદી પરિબળાથી અંજાઈ આમ લોકો તેમના ચક્રમાં ફસાઈ જાય છે. જેમ મહાગુજરાત જનતા પરિષદના વિષચક્રમાં ફસાઈ ગઈ હતી, જેની પાછળ સામ્યવાદી અને તોફાની તો હતાં.
આર્ય સમાજ જે રાષ્ટ્રીય સ્વતંત્રતાને માનનાર અને બિનકામી સમાજ, કયારેક હિંદુમહાસભા કે કયારેક જનસંધને ટકે આપી કોમવાદની લાગણીને પંપાળ્યા કરે છે. એટલું જ નહીં, હિંદુ-મુસ્લિમ હુલ્લડ વખતે મુસલમાનોને ખતમ કરવા માટે હિંસક શસ્ત્રો લેવામાં આવા લકે બાધ નહી માને. વૈદિક સન્યાસીઓમાં અહિંસાની લાગણી ગોવધ–નિષેધ માટે જેટલી છે તેટલી લાગણી અન્યાયના અહિંસક–પ્રતિકાર માટે ધર્મ–કેમ સમન્વયની ભાવનાની નથી. પણ તે છતાં આ એક અહિંસાનું પરિબળ છે ખરું! બૌદ્ધો અને અહિંસા : - હવે બૌદ્ધ ધર્મ ઉપર આવીએ. બો દ્ધ ધર્મને ફેલાવો ખાસ કરીને હિંદુસ્તાનની બહાર વધારો થયો છે. ત્યાં મેટા ભાગે માંસાહારને બૌદ્ધ લોકેએ ક્ષમ્ય ગણ્યો છે, પણ હિંદમાં હમણાં જે રીતે બૌદ્ધ ધર્મને પ્રચાર થઈ રહ્યો છે તે જોઇને અહીં ભિક્ષાચરીમાં નિર્માસાહાર આવશે એમ લાગે છે. એટલે તે પણ અહિંસાનું એક પરિબળ બની શકશે. શાકાહાર અને અહિંસા : - અહિંસાના પ્રચાર માટે, જીવદયા માટે કે ગોવધ નિષેધ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com