________________
[ ૧૫ ] વિશ્વમાં અહિંસાનાં પરિબળનું અનુસંધાન
સામુદાયિક અહિંસાના પ્રયોગમાં શુદ્ધિપ્રવેગ, શાંતિ સેના અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. પણ આ પ્રયોગોની અસર સમસ્ત વિશ્વસુધી પહોંચતી ન કરવામાં આવે તે તેની અસર અમૂક ક્ષેત્ર-પ્રાંત કે પ્રદેશ સુધી રહી જશે અને કાળાંતરે તેનું મૂળતત્વ પણ માર્યું જશે. જગતમાં હિંસા અને અહિંસા વચ્ચેનું સંઘર્ષ યુગયુગથી ચાલતું આવ્યું છે. અંતે તેને શાંતિ અને અહિંસાને ચરણે આવવું પડ્યું છે ! પણ તેમ કરવામાં અનેક યુદ્ધો–પ્રતિહિંસા વગેરેમાંથી જગતને યાતના સહિત પસાર થવું રહ્યું. એટલે જ વિશ્વનાં અહિંસાના પરિબળો શોધીને તેનું અનુસંધાન કેવી રીતે કરી શકાય તે અંગે વિચારવાનું છે.
અહિંસા સાથે ખાન-પાનને ઘણો સંબંધ છે. વિચાર સાથે તો છે પણ આચારમાં તેને ઘણા ઓછા ઉતારે છે. એટલે અહિંસક ખાન-પાન કોનાં-નાં છે તેને સર્વપ્રથમ વિચાર કરીએ – જેને અને અહિંસા :
અહિંસા સાથેને રાકને વિચાર જૈન અને વૈષ્ણવ ધર્મમાં કરવામાં આવ્યો છે. જૈનધર્મમાં આહારશુદ્ધિ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તે અંગે અહિંસાને ઝીણવટથી વિચાર કરવામાં આવ્યો છે. એમાં પણ પહેલાં મહારંભ અને મહાપરિગ્રહને પાપકારક અને નરકગતિમાં લઈ જનારા બતાવ્યા. પછી બીજા બે તત્વ ઉમેરાયાં– “કુણિમાહારેણં, પંચૅદિયવહેણું” માંસાહાર અને પચેંદ્રિયવધ. એક બાજુ ત્યાં વિશ્વ વિશાળ છવ અહિંસાને સાચવવાની ભૂમિકા છે અને એક તરફ જૈન શ્રાવક રાજા ન્યાય માટે ખૂનખાર જંગ લડે તેમાં ૧ કરોડ ૮૦ લાખ માણસ મરે. તે છતાં તેને સ્વર્ગગામી બતાવ્યો ત્યારે માંસાહાર કરનારને નરકગામી બતાવ્યો. આ વાતને ઊંડાણથી સમજવા જેવી છે ! એ તત્વ ને સમજવાને કારણે આજે જૈનેમાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com