________________
૧૮૬
તેની સાથે અનુસંધાન નહીં થઈ શકે. તેનાં અનિષ્ટ પરિણામે આગળ જતાં આવે છે.
હવે એની સાથે વિશ્વમાં છે. અહિંસાના પરિબળો વ્યકિતગત કે સંસ્થાગત કામ કરી રહ્યા છે તેને વિચાર કરીએ. આમાં માર્શલ ટીટ, નાસર અને પંડિત નેહરૂ લોકશાહીનાં પરિબળ છે. જે શાંતિમાં માનનારાં છે. એવી જ રીતે પંચશીલના સિદ્ધાંત ઉપર સહી કરનારાં રાષ્ટ્ર છે. તે પણ એક રીતે અહિંસાના પ્રસાર માટે મદદરૂપ છે. તે ઉપરાંત એવાં પરિબળો જેને સામ્યવાદ, કોમવાદ કે મૂડીવાદ સાથે લગવાડ નથી, તેને ટેકે આપી શકાય. કારણ કે આ પક્ષ સત્તા દ્વારા ક્રાંતિમાં માનનારા છે અને તેઓ તે માટે અહિંસાને કે સાધનશુદ્ધિને આગ્રહ રાખતા નથી, એટલે તેઓ અહિંસાના પ્રચાર ને વખત આવે બાજુએ રાખી શકે છે. તેથી જ્યાં સર્વોદયવાળાને આ બન્ને પક્ષો સાથે લગવાડ હોય ત્યાં તેને વિરોધ આપણે કરીએ છીએ.
એ દષ્ટિએ વિશ્વ શાકાહારી પરિષદ તટસ્થ છે. તેને રાજકીય પક્ષો સાથે લગવાડ નથી. તેવી જ રીતે જીવદયા મંડળી, હિંસા વિરોધક સંઘ કે પ્રાણી પ્રત્યે ક્રૂરતા અટકાવતા સંધ; પણ સંસ્થાગત રીતે તટસ્થ છે. તેમની સાથે અનુસંધાન કરવામાં વાંધો આવતો નથી. વ્યક્તિગત રીતે જે સભ્યોને એવા પક્ષ સાથે લગવાડ હોય છે, તેને દૂર કરવો જોઈએ
આ બધી સંસ્થાઓએ નિર્માસાહારનો જોરશોરથી પ્રચાર કરવો જોઈએ; પોતે માંસ ન ખાય, બીજામાં તેનો પ્રચાર રોકે. અને શાકાહારની શક્યતા ઊભી કરી શકે ! આ સંસ્થાઓ ખ્રિસ્તી, ઈસ્લામ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં વધારે પ્રભાવશાળી થઈ શકશે. એકવાર જે એ ધર્મના વડાઓને એમ થાય કે ઊંડાણથી જોતાં ક્રાઈસ્ટ કે મહંમદે પરિસ્થિતિ બદલાય તે પણ માંસાહાર કરવાનું એકાંત વિધાન નથી કર્યું; તો આ દિશામાં ઘણું ઉપયોગી કાર્ય થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com