________________
૧૭૯
ગામડાંઓમાંથી તેમને અનુસરનારા ઘણું મળી રહેશે; કારણ કે ત્યાં જાત હામીને પણ આગ ઓલવનારા ઓલવે છે. પણ તેની સાથે ઈચ્છનીય છે સતત-શાંતિ! આવી શાંતિ જ્ઞાનપૂવર્ક હેમિનારામાં જ આવશે ! વ્યકિતગત બલિદાને રજબઅલી કે વસંતરાવ જેવાનાં થયાં છે, પણ સંસ્થાનો અનુબંધ નહીં હોવાથી તેની ધારી અસર પડતી નથી. પણ સાધુ ઉપર લેકોની શ્રધ્ધા હોઈને તે પ્રતિષ્ઠા હેમીને પણ અસરકારક પ્રભાવ પેદા કરી શકે છે. તે એક તરફ નિસર્ગનાં અવ્યક્તબળ ઉપર આધાર રાખશે અને બીજી તરફ સમાજ ઉપર.”
શ્રી. બળવંતભાઈ: “ હું ઘડાયેલે નથી પણ મને અહિંસામાં વિશ્વાસ છે અને સમગ્રનું હિત થાય ત્યાં બલિદાન આપવા પણ તૈયાર છું. જેમ ભાલ નળકાંઠા અને ગુજરાતમાં શાંતિસેનાનો પ્રયોગ કરવા માટે કાંતિપ્રિય સાધુઓ જોડાયા તેમ આખા દેશમાં અનુસંધાન થઈ જાય તો ઘણું સારું કામ થઈ શકે ! આજે આટલા બધા જૈન સાધુઓ છે–વૈદિક સાધુઓ છે. શું મહાત્માજી જેવા ગૃહસ્થાશ્રમી સંત કરતાં તેમની જવાબદારી ઓછી છે ? આજે તે હું “વડ”ની સાઠમારીમાં દુનિયામાં મજબૂત મડાગાંઠ ઊભી થઈ છે. તલવાર સામે ઢાલ જેટલી મજબૂત જોઈએ તેમ ચોમેરની હિંસા સામે અહિંસા પણ એટલી જ મજબુત જોઈએ; તોજ વિશ્વભરમાં શાંતિ થાય. અત્યારે અહિંસા માટે પુષ્કળ તક છે.
શ્રી, સુંદરલાલ: “જેમ સૈનિકોને સેનાપતિ ઉપર વિશ્વાસ હોય છે તેમ આપણને પણ જોઈએ ! શાંતિસેનાના સેનાપતિ પાસે પ્રેમનું જ મુખ્ય બળ હરો એટલે કશી હરક્ત નહીં આવે! હું એને શાંતિ સેનિક બનવા ઇચ્છું છું.”
શ્રી દુલેરાય માટલિયાઃ સેનામાં સાત વસ્તુઓ લેય તે તે ૨૧ બને છે.– (૧) સેનાની (૨) શિસ્ત (૩) તાલીમ (૪) સંગન (૫) સંખ્યા (6) જુસ્સો અને (૭) મૂહ. શાંતિસેના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com