________________
૧૭૭
ભાઈ વસંતરાવ, રજબઅલી કે ગણેશશંકર વિદ્યાર્થીના આવાં બલિદાને પાછળ સંકલના હોય; અને પ્રસંગ પડે શાંતિ લડત ચાલે તે ઘણા લોકો તૈયાર થઈને આવતા જાય. સવાલ માત્ર અનુબંધને છે. અનુબંધ નહીં તો એકલી વ્યક્તિનું બલિદાન ત્યાં જ અટકી જશે
જે એમ કરવા જઇએ કે જેમને હોમાઈ જવાની ઈચ્છા છે તે અગાઉથી નામ લખાવે અમર અમૂક પ્રકારના લેકમાંથી લેવાની ગણત્રી હોય તો એ પ્રયોગ આમ જનતાને નહીં બને. અમદાવાદને પ્રસંગ એ સૂચવે છે કે પ્રસંગ આવે સામાન્ય લોકોમાં જાગૃતિ આવ્યા વિના રહેતી નથી.
પાલણપુરમાં પંચના ફેંસલાને ડોકટર માનીને પછી ફરી ગયો તે નિમિત્તે મારે તે પ્રાયશ્ચિત કરવું જ જોઈએ. લેકોમાં જાગૃતિ થઈ. એક ખેડૂતે તો ત્યાં સુધી કહ્યું: “શાકભાજી માટે તે અમારી પાસે આવશે ને? અમે મહારાજને આમ મરવા નહીં દઈએ!”
એટલે કે બલિદાનની પ્રક્રિયા ચાલે ત્યારે તેની અસર જનતા ઉપર પડે! તેમાંથી ઝનૂન અને જુવાળ (હિંસામય) ને બાદ કરવામાં આવે તો ઉત્સાહી જનતા વડે મોટું કામ થાય. આવી આમ જનતાને આવી યોગ્ય દરવણી મળે તો સામાજિક ન્યાય સચવાઈને રહે.
આ માટે અનુબંધની કડી સંધાઈ જાય તો ગામડાં અને શહેરોમાં દાંડતો ઉપર દબાણના અને લાંચરૂશ્વત અટકાવવા માટેના અહિંસક પ્રયોગ સફળ થઈ શકરો. આ શાંતિસેના ઘરઆંગણે તોફાને, અન્યાય રોકવામાં સફળ થશે અને વિશ્વમાં શોષણ, યુદ્ધ અને સંહારને રોકવામાં સક્રિય થઈ શકશે.
તે માટે વિશ્વના અહિંસક બળોનું સંકલન કરવું પડશે. તે કેવી રીતે? તે અંગે હવે પછી વિચાર કરશું.
૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com