________________
૧૫
હોય ત્યાં અવ્યક્તબળ ઉપર શ્રધ્ધા રાખવાથી જ આશાનું કિરણ ફૂટે છે. કઈને કઈ સ્કરણ દ્વારા સાક્ષાત્કાર થાય જ છે !
આજે કુવે, ૫૦ મેગાટનને બેમ બનાવીને અખતરે કરાવ્યો છે. તે લોકોને ડરાવવા માટે કે હિંસક શક્તિમાં અમે કેટલા આગળ છીએ? પણ, આ પ્રકારને ગર્વ શું કામનો ? ગોડસેએ ગાંધીજીને મારીને ગર્વ અનુભવ્યો તેથી શું થયું ? ગાંધીજી તો અણનમ રહ્યા! એક ગાંધીજી ગયા તો શું થયું તેઓ અહિંસાને વારસે આખા જગતને આપી ગયા. પરિણામે શસ્ત્રો ડૂબાડવાથી લઈને મહારાષ્ટ્રોની શિખર મંત્રણા, અને અણવિકસિત રાષ્ટ્રોના વિકાસથી લઈને રાષ્ટ્રના શાંતિમય સહઅસ્તિત્વની વાતો કરતું જગત થઈ ગયું છે. આમજનતાની શાંતિ સેનામાં સહાયતા!
આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે કે જનસંગઠનનું ઘડતર એ દિશામાં થશે તે તેમાંથી શાંતિ સહાયકે મળ્યા વગર નહીં રહે! અમદાવાદમાં ૧૯૫૬ માં મહાગુજરાતવાદીઓનું તોફાન ચાલતું હતું ત્યારે પરિસ્થિતિ એવી વિકટ હતી કે કોઈ સાધુ, લોકસેવક કે કોંગ્રેસી બહાર નીકળી આ ફાનીઓને કહી શકતું નહીં. મોરારજીભાઈએ તો ઉપવાસ કરી પોતાની ફરજ બજાવી હતી. પણ લેકોમાં નિર્ભયતાને સંચાર કઈ કરવા તૈયાર ન હતું. તે વખતે ભાલનળકાંઠામાંથી ખેડૂત અને ગોપાલકોની ટુકડીઓએ આવીને નિર્ભયતાનો સંચાર કર્યો. લેકોમાં નૈતિક જાગૃતિ આણું અને તેફાનીઓને શાંતિને પાઠ શીખવ્યું. - હવે પ્રશ્ન એ છે કે શું એ ટુકડીઓને ઘડતર મળ્યું હતું? ના, તેમને માત્ર ભાલ નળકાંઠો પ્રાયોગિક સંઘ અને ખેડૂત-ગોપાલક મંડળ પ્રતિ શ્રદ્ધા હતી. પૈસા આપવાના હેય તે લોકો સહેલાઈથી આપી શકે પણ અહીં પ્રાણ-પ્રતિષ્ઠા આપવાના હતા. ખેડૂત મંડળ જેટલું ગેપાલક મંડળનું ઘડતર પણ થયું ન હતું. તે છતાં ગોપાલકે અને ખેડૂતો સહી ન શકાય તેવી ગાળો, આક્ષેપ અને પત્થરમારા વચ્ચે શાંત રહ્યા એ આશ્ચર્યજનક હતું.
નિર્ભયતાને
હતું. તે વખતે ભાલન
અને ગોપાલકોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com