Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૪ મોરારજીભાઈ ઉપવાસ કરે તે જરૂર મંથન જગાડનારું હતું. પ્રશ્ન એ હતો કે તેના બદલે બીજી કઈ વ્યકિત ઉપવાસ કરત તો અસર થાત ખરી ! | મારું માનવું છે કે ન થાત. કોઈપણ વ્યકિતને અનુબંધ પ્રાણ, પ્રતિષ્ઠા, પરિગ્રહ હેમવાવાળા લેકે સાથે હેવો જોઈએ. મોરારજીભાઈનો એ રીતે કે ગ્રેસ, ગુજરાત અને હિંદ સાથે સંબંધ હતો એટલે તે પ્રશ્નને નીકાલ આણવા બધા અગ્રણીઓ પ્રયત્ન કરવા લાગ્યા અને પ્રશ્ન જલદી ઉકેલાઈ ગયો. એટલે શાંતિસેના માટે એ પ્રશ્ન ઊભો થાય છે કે આમ જનતાની સાથે તેનું સંકલન કઈ રીતે કરવામાં આવે ? એ માટે બધા પાસે બધી રીતે અપેક્ષા કરવામાં આવે પણ તે અપેક્ષા ત્યારે જ ફળે જ્યારે પહેલ પિતાનાથી થાય. સર્વ પ્રથમ તો શાંતિસૈનિકમાં બે વાતો હોવી ઘણી જરૂરી છે – - (૧) વિશ્વપ્રેમ ચુંબકત્વ (૨) સર્વતોમુખી પ્રતિભા! –આ બે ગુણે તપ-ત્યાગ અને બલિદાનથી જ આવી શકે અને એ ગુણો જ અનુબંધ રખાવે. ઘણું લેકેની પ્રાણ પ્રતિષ્ઠા-પરિગ્રહ છોડવાની તો તૈયારી હોય પણ આક્ષેપ કે અપમાન તેમનાથી સહન થતાં નથી. તેમના માટે મીરાંબાઈનું આ પદ પ્રેરણાદાયક થશે : મેં તો ઝેર પીધાં છે જાણી જાણી રાણાજી, મેં તો ઝેર પીધાં છે જાણું..! તારા હિરલાં માણેકને રાણા! શું રે કરું ! શું રે કરું! વિષ પીધે ના રે મરું ! મેં તો ઝેર પીધાં છે, જાણું જાણું રાણાજી..! –ચારે બાજુ ફૂલ તો વરસે; પણ જ્યારે આક્ષેપ થાય, અપમાને થાય ત્યારે એ તે કાર્યકર ઉપર થવાનું જ છે એમ જાણીને તેને હસીહસીને વધાવી લેતાં આવડવું જોઈએ. ચારેબાજુ અંધકાર છવાયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212