________________
૧૧
સ્વભાવની. નાનપણથી જ તેની જિંદગી ક્રર કેદીઓમાં વીતી હતી. તે વખતે ફિનલેન્ડમાં જેની હાલત બહુ વિચિત્ર હતી. પહેરેગીરે પણ દૂર અને અત્યાચારી હતા જેને પરિણામે કેદીઓ પણ દૂર બની જતા. તેઓ આપસમાં લડતા, એકબીજાને મારતા અને લાગ મળતાં પહેરેગીરો ઉપર પણ જુલમ કરતા. એથી શાંતિ સ્થાપવી મુશ્કેલ થઈ જતી.
એ બાઈને પ્રેરણા થઈ કે હું મારું જીવન આવા ક્રર ગુનેહગાર લોકોની વચ્ચે ગાળું અને એમના સૂતેલા ભગવાનને જમાડું! પહેલાં તે તેને રાજ્યાધિકારીઓએ તથા માવતરોએ ઇજાજત ન આપી. પણ
જ્યારે તેમણે જોયું કે આ બાઈ બહુ પ્રેમાળ છે અને પિતાના વાત્સલ્યથી આ લોકોને સુધારી શકે છે. જોકે એ પહેલાં તે તેને ગાંડી કહી. પણ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું. શરૂઆતમાં તે કેદીઓ પણ તેની મજાક કરતા, પણ તે બહુ જ કાળજીથી, નિર્ભીત થઈને પૂરી સહાનુભૂતિથી ભયંકરમાં ભયંકર કેદીની વીતક કથા સાંભળતી; તેના ગુન્હાના કારણે ઉપર વિચારતી, જેલના ઓફિસરો અન્યાય-અત્યાચાર કરતા તે તેમને પણ પ્રેમથી સમજાવતી. આમ તેણીએ બધાનાં હૃદય જીતી લીધાં. અને કેદીઓ તથા ઓફિસરે પણ એની વાત માનતા. કેદીઓ સુધર્યા, જેલ સુધરી. મટિલ્ડારીડે અહિંસાને ચમત્કાર પ્રત્યક્ષ બતાવી આપો કે જેલથી મુક્ત થયા પછી પણ મટિલ્ડાની સાથે ઘણું કેદીઓ સેવાના કાર્યમાં શાંત અને અહિંસક બનીને લાગી ગયા. કેટલાક નાગરિક જીવન વિતાવવા લાગ્યા. મટિડાએ “આંતરરાષ્ટ્રીય મૈત્રી વર્ધક સંધ” સ્થા; તેમાં ઘણું લોકો શાંતિ સ્થાપવા અને સેવા આપવા તૈયાર થયા. ઇગ્લાંડની ફલોરેંસ નાઈટિંગેલ :
એવી જ રીતે “હાથ બત્તી સાથેની દેવી” નામે મશર થયેલી ઈગ્લાંડની ફરેસ નાઈટિંગેલને દાખલે પણ શાંતિ માટે અદ્ભુત છે. તેણે માંદા–ઘાયલ વગેરેની સેવાસુશ્રુષા માટે જીવન આપી દીધું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com