________________
૧૬૪
વાસ્તવિક ચીજ છે. આ કામ સાધુ-સાધ્વી-સંન્યાસી પૈકી જે ક્રાંતિપ્રિય હશે તે વડે શરૂ થયું છે અને આગળ વધતું જશે–તેમાં સૌ ખેંચાવાનાજ ! મારા નમ્ર મતે આધ્યાત્મિક ક્રાતિનું આ પાયાનું બળ છે. જ્ઞાની થયા બાદ હિમાલય વાસ કે એકાંત સેવવાની વાતે ભ્રામક છે.
શ્રી બળવંતભાઈ “ન્યાયની જે દેવી ન્યાયમંદિરમાં છે તેનાં કરતાં વકીલેને કારણે જુદું જ દેખાય છે. કાયદાની રૂઢિ તથા કેંદ્રિત ન્યાય વગેરે અનેક દેશો છે. શુદ્ધિપ્રયોગ અદાલતને પણ યોગ્ય માર્ગ ચીંધનાર છે; જનજાગૃતિ લાવનાર છે અને અનિષ્ટોને જનતા વડે જ અપ્રતિષ્ઠિત કરાવનાર છે. મારા મનમાં તે છતાં એક પ્રશ્ન ઊઠે છે કે જ્યાં દાંડ તત્તનું જેર હોય, વિરોધી રાજકીય પક્ષોનું જનતામાં વર્ચસ્વ હોય ત્યાં શુદ્ધિપ્રયોગ અસરકારક બનશે ખરે? જો કે એમ તો લાગે જ છે કે ભલે તત્કાળ સૂક્ષમ અને ધૂળ બને રીતે તે સૌને પરિણામદાયક ન લાગે, છતાં સ્થાનિક જનતા અને સંસ્થાને સફળતા આપનાર બને તો અંતે બન્ને રીતે સૌને સંપૂર્ણ સફળતાદાયક બને જ છે ! સાણંદને દાખલે તાજે છે ! કદાચ તાત્કાલિક સૌને એની ઘડન બેસે ત્યાં ધીરજ રાખવી એ જ ઉત્તમ છે.”
શ્રી. વનિતાબેન ઃ “જેમ આસ્તિકોને શુદ્ધિપ્રયોગની અસર વહેલી કે મોડી થાય છે તેમ નાસ્તિકને થાય છે ખરી?”
આ પ્રશ્ન ઉપર ચર્ચા ઠીક એવી થઈતેને સાર આ પ્રમાણે હતો:
“નૈતિક સામાજિક દબાણ આગળ નાસ્તિકને પણ નમવું પડે છે. કારણ કે નાસ્તિકની ધરતી તે સમાજ જ છે. ધ્રુવને પણ હવે ઈશ્વરનું નામ પિતાના ઘમંડની આગળ એ રીતે મૂકવું પડે છે કે ઈશ્વરની ઈચ્છા હશે તો હું આમ કરીશ. આથી વિશેષ પ્રમાણુ આ યુગમાં બીજુ કયું હોઈ શકે ! અલબત્ત નાસ્તિક વ્યક્તિ જે સમાજની ધરતીથી અલગ હશે તેને અસર નહીં થાય, એમ કદાચ બને, પણ તેવી વ્યક્તિથી ખાસ હાની થતી નથી.
( ૨૭–૧૦–૧ )
લાગે, છતા સમ અને મર જેમાં વસ્તી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com