________________
૧૬૩
છેતરવાની વૃત્તિ ચાલે છે. આ બધું અનિષ્ટ શુદ્ધિ વ્યાપક થતાં અટકશે અને પરિણામે દાંડતમાંથી પણ જેસલ-તોરલ જેવાં આગળ વધશે.
શુદ્ધિપગ કાં તે વ્યક્તિને નિર્મળ બનાવે છે, કાં તો એવું વાતાવરણ ઊભું કરે છે જેથી તેણે સુધરવું પડે છે. નહીંતર તે કાયમ માટે પ્રજાના હૃદયમાંથી પિતાનું સ્થાન ગુમાવે છે. મને જાત અનુભવ છે કે ઉપવાસમાં બેસનાર જાતે પણ શુદ્ધ થાય છે અને આખા સમાજમાં શુદ્ધિમય વાતાવરણ વ્યાપી જાય છે. અનુબંધ, જાગૃતિ અને સુસંસ્થાના સંચાલન દ્વારા આ પ્રયોગ થાય તે આ વિજ્ઞાનયુગમાં કદિ ન થયેલી સિદ્ધિ થતી જણાશે.”
શ્રી. દેવજીભાઈ : “સામુદાયિક યજ્ઞથી, સામુદાયિક તપ સુધી પહોંચેલી આ પ્રક્રિયા ગાંધીયુગના સત્યાગ્રહનો વિકાસ છે. છતાં આમાં સંસ્થાતત્વ અને શ્રદ્ધાતત્ત્વની મહત્તા છે. એટલે થોડોક નવો પ્રયોગ હાઈને, જરા ધીરજ રાખવી પડશે. બાકી ડંખ, ભય, વેર, બદલે સિવાયનું; ભૂલ કરનારના હૈયાને ઊંડું સળવળાવનારું આ સાધન અજોડ છે; એમાં નવાઈ નથી.
આજના વ્યકિતગત કે સમાજગત ગુનામાં આડકતરી રીતે સૌ જવાબદાર છે. એવી જાગૃતિ અને તેને દૂર કરવા માટેની ભાવના શુદ્ધિયોગમાં છે. તેથી શરૂઆતમાં કદાચ શ્રદ્ધા ન બેસે; પણ અનુભવ થતાં, એકવાર જામેલી શ્રદ્ધા પાછી નહીં ઉખડે.
એકવાર બે ગૂંડા જેવા માણસોએ એક ખેડૂતને માર માર્યો હતે. પણ જ્યાં હજારે ખેડૂતો એક સાથે સંગઠિત થઈ શુદ્ધિપયોગને વિચાર કરવા લાગ્યા કે ત્યાંજ બને નમી ગયા. શુદ્ધ તત્તવોનું સંગઠન થાય તો અશુદ્ધ તો આપોઆપ ભાગી જાય !
પ્ર. દંડીસ્વામીઃ “આજે અનેક વિધ શુદ્ધિઓ કરવાની છે. શુદ્ધિકને તે માટે અસરકારક અહિંસક હથિયાર છે. અઢારપુટી પાર કે હજારપુટી અબરખની ઉપમા એને નાની પડશે. તે ચૈતન્યને સ્પર્શતી બૌદ્ધ ધર્મની નિષ્ઠા અને ગાંધીજીની સમાજની ગતિશીલતા આપનારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com