________________
૧૬૦
આ બધા કાર્યક્રમ પાછળ એક જ હેતુ હોય છે કે જે અવાજ દબાયેલ છે તેને જાગૃત કરવાનું છે. દાંડતને ઉઘાડાં કરવાનાં હેય છે. તેમ જ જનજાગૃતિ લાવવાની હોય છે.
રાત્રિને કાર્યક્રમ : દિવસના કાર્યક્રમ પછી રાત્રે, પ્રાર્થનાસભા, વાંચન વગેરે થાય છે. શુદ્ધિપ્રયોગમાં સહાયકે ?
તે ઉપરાંત બહારગામની ટુકડીઓ શુદિપ્રયોગમાં સહાનુભુતિ તરીકે આવે છે. એ લેકે તે ગામનું ખાતા નથી પણ કેવળ પાણી પીએ છે. સરઘસમાં સૂત્રે ઉચ્ચારે છે અને પછી પિતાને ઘેર જાય છે. ત્યાં પ્રચાર કરાવે છે. સહાયક ઉપવાસ કરાવે છે. આમ આંદોલનનું સ્વરૂપ ચોમેર ધારણ થાય છે; અને જનજાગૃતિ આવે છે. સહાયક ઉપવાસ :
હવે ઉપવાસ અંગે થોડીક ચોખવટ કરી લઈએ. ઉપવાસનું હથિયાર ગમે તે વાપરે છે તે ભારે નુકશાન કરે છે. ઘણા લોકોનું કહેવું છે કે ગાંધીજી પછી ઘડાયેલા કાર્યકરે ઉપવાસ કરે તે સમજાય છે; પણ ગમે ત્યાંથી આવેલા કે બોલાવેલા માણસે, ખેડુતે-ગોપાલકે ઉપવાસ કરવા બેસી જાય, તેમની હાજરી નોંધાય તે તે યોગ્ય છે?
એમને એટલે જ ખુલાસે કરવાને કે સંવત્સરીને ઉપવાસ બધા કરી શકે, રાજા સહુ કરી શકે કે એકાદશીને ઉપવાસ બધા કરી શકે તે એજ રીતે ત્રાગાં માટે નહીં, દબાણ માટે નહીં, પણ પિતાના દોષોની શુદ્ધિ કરી, સમાજશુદ્ધિ કરવા માટે, સંસ્થા ઉપરની શ્રધ્ધાના કારણે ઉપવાસમાં બેસે તો તેમાં કોઈ જાતને દોષ નથી.
વિનોબાજી ગુંદી આશ્રમમાં આવતા હતા, ત્યારે શુદ્ધિપ્રયોગના વિરોધી એક ભાઈએ પૂછયું: “જે તે માણસ ઉપવાસ કરવા બેસી
જાય તે યોગ્ય ગણાય ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com