Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 171
________________ ૧૫૮ સાણંદ શુદ્ધિપ્રયાગ બાબતમાં એક ભાઈએ કહ્યુંઃ “તમે કેગ્રેસ વિરોધીઓની કેમ મદદ લીધી?” ખરેખર તો એમ બન્યું જ નથી; ઊલટું એ લેકે મદદ આપવા તૈયાર થયા ત્યારે કાર્યકરોએ કહ્યું: “નાગરિક તરીકે મદદ કરવા ઈચ્છો તે છાવણીમાં આવે. અમે તમારી પાસે નહીં આવીએ!” (૬) તેમાં બેસનાર વ્યક્તિ વ્યસની ન હોવો જોઈએ. દારૂ, બીડી કે બીજી તેનામાં લત ન હોવી જોઈએ, જેથી તેનામાં લોકો વિશ્વાસ કરી શકે. (૭) લેકે ગમે તેટલા આક્ષેપો કરે; તે પણ તે સાંભળી શકે; ભૂલ હોય તો સ્વીકારવા તૈયાર થાય; તેમજ નિર્મળ ચરિત્ર વાળો હવે જોઈએ. શુદ્ધિપ્રયોગને વિધિ અને કાર્યક્રમ : - પ્રાર્થના : શુદ્ધિપ્રયોગને પ્રારંભ પ્રાર્થનાથી થવો જોઈએ. શુદ્ધિપ્રયોગ પોતે જ પ્રાર્થનાનું તત્ત્વ છે. એમાં વ્યક્તિ સમાજ સમષ્ટિ જોડાયેલાં છે. એકનો દોષ થવામાં બીજાની ભૂલ છે. એ રીતે કે તમે આંખ આડા કાન કર્યા હશે, કાં પ્રતિકાર નહીં કર્યો હોય. એટલે દેષ વધ્યા. તે દેષ નિવારણ માટે પ્રાર્થના કરવી જોઈએ. પણ પ્રાર્થના માટે એકાગ્રતા જોઈએ તે પેટમાં પડ્યું હોય ત્યાં સુધી ન આવે. ઉપવાસ : એટલે ઉપવાસની વાત આવી. અલબત્ત એટલા બધા ઉપવાસ ન થવા જોઈએ કે શરીર સાવ નકામું થઈ જાય એટલે પહેલાં ત્રણ ઉપવાસ રાખતા, હવે બે ઉપવાસ રાખે છે. તેના કારણે ગોપાલક, ખેડૂતે પણ આ પ્રયોગમાં ભળી શકે છે. ત્રણ ઉપવાસથી વધારે નહીં રાખવાનું કારણ એટલું જ કે શરીર અન્નમય કોષથી બનેલું છે, એટલે અન્ન પડે તો શાંતિ રહે અને મનમાં વિચારવાનું કંઈક કિરણ પ્રગટે. ઉપવાસ માટે કેટલાક કિસ્સામાં અપવાદ હેય છે. સાળંગપુરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212