________________
૧૪૮
શુદ્ધિપ્રયોગના બે પાસાં કહ્યાં -એક તો પરિણામ લાવવાનું અને બીજું લેકેનું ઘડતર કરવાનું. ઘડતર થાય છે ત્યારે તે સંસ્કૃતિ અને છે. એ માટે ઘડાયેલી વ્યક્તિએ કામ કરવું જોઇએ-તેમજ તેનું ધ્યેય ઘડતર હોવું જોઈએ. ઘડતર માટે ઉપવાસ, પાર્થના વિ. હેવાં જોઈએ. પણ જે તેનું લક્ષ્ય ઘડતર નહીં હોય તે તે શુદ્ધિપયોગ નહીં કહેવાય.
અમદાવાદમાં કોઈ સાધુ કે સાધ્વી લાંબા ઉપવાસ કરે છે તેને શુદ્ધિપ્રયોગ નહીં કહીએ. લેકેને થાય છે કે એ તે સાધુજ કરી શકે આપણાથી ન થાય. ઘણું તેમની દેખાદેખી ઉપવાસ શરૂ કરે છે પણ તેથી કંઈ ફાયદો થતો નથી. ગાડી પાટા ઉપર નહિ ચાલતી હોય તે તેને ખરે રસ્તે વાળવી જોઈએ; પણ પાટેજ ઉખાડી નાખો તો તેને કોઈ અર્થ નથી. ગાડી સાથે આપણે પણ પડશું. તેમજ હેતુ વગરના ઉપવાસનો કઈ અર્થ નથી. સમાજની ગાડીને હેતુ વગરના લાંબા ઉપવાસ કરીને આજે મોટે ભાગે અંધશ્રદ્ધા કે ચમત્કારને માર્ગે દેરવામાં આવે છે.
એટલે શુદ્ધિપ્રયોગનો સ્પષ્ટ અર્થ અનુબંધ દ્વારા સંસ્થાઓમાં, અને સમાજમાં ગતિશીલતા શી રીતે આવે, તેવી શુધ્ધ પ્રક્રિયા છે. તેથી બલિદાનની ભાવના એકાગ્ર થાય છે. કોઈ ચિત્રકાર જ્યારે પ્રારં ભમાં પીંછી પટલ ઉપર ફેરવે તે રંગના લીટા જ દેખાય; પણ ચિત્રકારના મનમાં તે એનું સમગ્ર ચિત્ર હોય છે. એવી જ સ્થિતિ સર્વાંગી ક્રાંતિકારના મગજમાં હોવી જોઈએ. ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો ત્યારે તેમના મગજમાં દાસીપ્રથા અને નારીજાતિની અવનતિ નાબૂદ કરવાને સ્પષ્ટ સંકલ્પ હતા. એવી જ રીતે ક્રાંતિકારોએ સ્પષ્ટ પરિણામલક્ષી પ્રયોગ કરવા જોઈએ. તે સિવાય જનતાનું ઘડતર પણ તેથી થવું જોઈએ. આજે બધા ઉપવાસ કરે છે, તે શા માટે? પરંપરાથી ચાલ્યું આવે છે તે માટે! પણ આટલા બધા ઉપવાસ છતાં જૈન સમાજ ઘડાતો નથી. તે તેને શું અર્થ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com