________________
૧૫૧
મોરારજીભાઈને ખૂબ લાગી આવ્યું. તેમણે નિર્ણવે કર્યો કે જે લેકેને સાંભળવું છે તેમને સભામાં આવતાં રોકાય ત્યાં સુધી હું ભજન લેવાનું છોડું છું. તેમને સાતેક દિવસ ઉપવાસ કરવા પડ્યા. પરિણામ સુંદર આવ્યું. તોફાનીઓની સામે થઈને પત્થરમારાની વચમાં સભામાં લકોએ હજારોની સંખ્યામાં હાજરી આપી. બહેને પણ હીંમતથી આવી. એ જોઈ તેમને આનંદ થયે. બધું સમાધાન થયું. આ મોરારજીભાઈના ઉપવાસ આમ તે સમાજ માટે હતા. સમાજને માટે ઉપવાસ કરતા હોય તો, સમાજ એમાં ભાગ લે તે રાજી . થવું જોઈએ! પણ એ ન સમજાય ત્યાં સુધી ધીરજ રાખવી જોઈએ. હવે આ પ્રયોગને શુદ્ધિપ્રયોગ કહેવાય કે નહીં ? તેમનું કહેવું છે કે “આ તે અચાનક પ્રસંગ આવી પડેલ તેથી આવું કર્યું. એટલે હું તેને શુદ્ધિપ્રયોગ માનતો નથી.આ અંગે તેમને સુંદર પત્ર આવ્યો હતો. તેમાં જણાવ્યું હતું. “મારા જીવનમાં વ્યકિત તરીકે અંતરમાં લાગ્યું કે આ પ્રશ્ન લેવા જેવો છે તે લીધે !” પણ સમુદાય માટે ન લેવો એમ માને છે!
પણ પ્રશ્ન એ છે કે તેમણે કોના માટે કર્યું? ગુજરાત માટે! એ લોકો માને કે જેમની ગતિશીલતા સમાજ વિરોધી તત્વોએ દાંડાઈથી રોકી હતીતેથી સમાજની ગતિશીલતા માટે ઉપવાસ-શુદ્ધિપ્રયોગ થવા જોઈએ એ વાત આવીને ઊભી રહે છે. પણ, મોરારજીભાઈ, દાદા વગેરેને ગળે એ વાત ઉતરતી નથી, તેનું કારણ રૂઢિચુસ્તતા છે.
શુદ્ધિપ્રયોગમાં, પ્રયોગકાર પાસે સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ તે વખતે સમાજને ગળે એ વાત ઊતરે કે ન ઉતરે, પણ પિતાને લાગે કે ઉપવાસ કરવા જોઈએ તે સંસ્થાના આશ્રયે થાય તેમાં વધારે અસરકારક પરિણામ આવે છે. છોટુભાઈ એ રીતે સાણંદ શુ–પ્ર. વખતે શત આમરણ અનશન કરવા તૈયાર થયા હતા. મોરારજીભાઈ પણ એજ રીતે પ્રાણ આપવા તૈયાર થયા હતા. તેમની પાછળ કૅગ્રેસ હતી, સરકાર હતી અને લેકે પણ હતા. આમ અનુબંધના ત જોડાયેલા હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com