________________
[૧૩] શુદ્ધિપ્રાગને કર્મ અને વિધિ આજે આપણે શુદ્ધિપ્રયોગને શું ક્રમ છે અને વિધિ છે તે અંગે વિચારણું કરશું. સામાન્ય રીતે શુદ્ધિપ્રયોગમાં ચાર અંગો આવે છે. લવાદી, સાચે ન્યાય, અસહકાર અને બહિષ્કાર! અન્યાયના પ્રતિકાર માટે જે કઈ પ્રશ્ન આવે અને શુદ્ધિપ્રયાગ કરવો પડે તે પહેલાં જે તે અંગે સમજુતી થાય છે તે જોઈ લેવું; પછી સામાન્ય દબાણ લાવવું. તે છતાં પ્રશ્ન ન પડે અને લવાદીને અવકાશ હેય તે તે કરી લેવું. લવાદીમાં પણ ન્યાયનું તત્ત્વ જળવાય છે કે કેમ તે જોવું જોઈએ. પછી સામાજિક દબાણ આવે, પછી અસહકારની વાત આવે. તે ન થતાં બહિષ્કાર અને વિનમ્ર સૂચનાઓ. આ બધા યોગ્ય ઉપાય અજમાવી લેવા જોઈએ. આ બધી ભૂમિકાઓ પસાર કર્યા પછી જ પ્રાર્થનામય ઉપવાસથી શુદ્ધિપ્રયોગ શરૂ કરવો જોઈએ ! તે શરૂ થયા પછી ઘણી બાબતનું ધ્યાન રાખવું પડે છે. લવાદી મૂળભૂત સિદ્ધાંતના ભોગે નહીં, પણ આર્થિક બાબતેના નિરાકરણ માટે અંતે સ્વીકારી શકાય. તેમજ રાજ્યાશ્રમ પણ સામે ચાલીને ન માગે; પણ આવે તો ઈન્કાર ન કરવો. શુદ્ધિયોગ સામેની પ્રતિક્રિયાઓ :
શુદ્ધિપ્રયોગ શરૂ થાય એટલે સામે પક્ષેથી પણ પ્રતિક્રિયાઓ શરૂ થાય છે. તેમાં નીચેની ચાર-પાંચ પ્રતિક્રિયાઓ થતી સહેજે જોવામાં આવે છે –
(૧) કુતુહલ અને હાસ્ય : પ્રથમ કુતૂહલ જાગે કે આ ઉપવાસ વળી શા માટે કરે છે ? પછી ઠઠ્ઠા મશ્કરી ચાલે કે આ તે શેના ઉપવાસ કરે? રાતના કહેલાં દૂધ પીએ છે.
(૨) વગેવણી : શુદ્ધિગમાં બેઠેલા ભાઈઓ બહાર નીકળે એટલે તેમના ઉપનામો પાડીને ચીડવે. ગામમાં તેના અંગે ટી-બેટી વાત ફેલાવે. તેમને ખીજવે; ચીડવે અને ગામમાં ઘણાવૃત્તિ ફેલાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com