________________
૧૫૨
તે સુંદર અસર થાય છે. આ વાતની ઘરેડ બેસી જશે તે બે ફાયદા થશે. ઘણીવાર નિરાશા થાય છે કે આપણી પાછળ કોઈ નથી. પીંછી ફેરવનારને એમ પ્રારંભમાં લાગે છે કે કંઈ દેખાતું નથી; પણ સંપૂર્ણ ચિત્ર બને છે ત્યારે ખ્યાલ આવે છે. એમ લોકોમાં જે સત્ય પડ્યું છે તેને જે નિમિત્ત મળે તે એ સત્ય જાગૃત થઈ જાય છે અને નિરાશા ભાગી જાય છે. એટલે નિરાશા દુર થાય છે અને સત્ય પ્રકાશે છે. તે માટે અનુબંધ જરૂરી છે! વાત સાચી છે, તે પુરૂષાર્થ કરે, અનુબંધ જોડે, બલિદાન આપવા તૈયાર થાવ-તેમાં સફળતા વરસેજ; એની ખાત્રી રાખવાની છે.
ચર્ચા-વિચારણું
શ્રી દેવજીભાઈએ ચર્ચા કરતાં કહ્યું: “. મહારાજશ્રીએ સવારે કહ્યું તેમ અનેક પુરૂષ સંઘરૂપી નૌકામાં બેસીને તરી ગયા છે; તેમ શુદ્ધિપ્રયાગમાં પણ લેક સંગઠન, લોક-સેવક-સંગઠન, રાજ્યસંગઠન અને સાધુજને રૂપી ચાર સંસ્થાના-સંધના અનુબંધ વડે વિશ્વમાં વ્યાપક બલિદાનની, શુદ્ધિપ્રયાગની અને શાંતિ સેનાની વાત બરાબર જૈન તત્વજ્ઞાનને અનુરૂપ જ છે. ચારે બાજુના અંધકારમાં આ રીતે સાધુસાધ્વી શિબિર નો પ્રકાશ લાવશે. જૈન સાધુ-સાધ્વીઓ દૂરથી ઊંડો રસ લઈ રહ્યા છે. તેઓ પ્રત્યક્ષ આપણી ચર્ચા અને વિચારણમાં સામેલ છે તે બધાને કેટલે વિશેષ આનંદ મળત અને કાર્ય તરત સક્રિયરૂપ લેત? પણ બી રોપાઈ ચૂક્યાં છે. નહીં આવેલા પસ્તાઈને પણ આની કાર્યવાહી વાંચી દુર રહીને સાચે ૫થે લાગી જશે.
પૂ. નેમિમુનિએ શુદ્ધિપ્રયોગ ઉપર પ્રકાશ નાખતાં કહ્યું: “જે અનુબંધ હશે તો એક સાધક કે સાધુ ગમે ત્યાં શુદ્ધિપ્રયોગ કરશે તો ચાલશે; કારણ કે શુદ્ધિપ્રયોગની સંસ્થાઓ સાથેનું તેનું અનુસંધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com