________________
૧૪૬
શ્રી દેવજીભાઈ ઃ ગ્રામ સંગઠનની વિરૂદ્ધ થયેલાં તો, ગ્રામ સંગઠનની અગ્રણી વ્યક્તિઓ ઉપર ખટપટિયાપણને આક્ષેપ કરે છે!” - શ્રી. બળવંતભાઈ : “તમે સંગઠન સાથે છે. પણ એકલાને કેટલું બધું સહેવું પડે છે તેને એક દાખલે આપું. એક માથાભારે વિધવાબહેને એક ગરીબના ઘર આગળ ઉકરડે કર શરૂ કર્યો. બધા થરથરે કે ભૂંડી ગાળો ભાંડે. અંતે ગ્રામ પંચાયતના ન્યાયપંચને અરજી કરતાં એ ઉકરડે શ્રમયજ્ઞથી દૂર કરાવ્યો.”
શ્રી. માટલિયા : “માટે જ પરિગ્રહ, પ્રાણુ અને પ્રતિષ્ઠા હેમવાની વાત થાય છે! શુદ્ધ સામે અશુદ્ધ થાય તેમાં નવાઈ નથી!”
શ્રી. પૂજાભાઈ : “મને એક પ્રસંગ યાદ છે. એક પાટીદાર ભરવાડે બેઠા હતા તેમની ઉપર છપ ચલાવી. બધા ભાગી ગયા. એક પડી ગયું. તેના ઉપર બે વાર કાર ફેરવી જોળે દહાડે તેનું ખૂન કરીને તે ચાલ્યો ગયે. પછી ભરવાડની બાઈને એક હજાર આપ્યા. એક સાક્ષી થાય તેવા ભરવાડને હજાર આયા. પિલિસને તેણે સાધી લીધી અને કેસની માંડવાળ કરાવી નાખી. આમ ધોળે દહાડે ખૂન થાય છતાં કંઈ પણ ન થઈ શકે.
શ્રી. શ્રોફ : એટલે જ અનુબંધ સાથેના શુદ્ધિપ્રયોગની વાત કરીએ છીએ.
શ્રી. માટલિયા : કૃષ્ણ ગોવર્ધન ઉપાડ્યો, ગોવાળિયાઓએ લાકડીને ટેકે આપે. બન્નેની શકિત, વ્યક્તિ અને સંધની ખરી; તે ઉપરાંત ત્રીજી કુદરતની શક્તિ પણ કામ કરતી હોય છે. આ યુગે ગાંધીજી, રાષ્ટ્રીય મહાસભા તેમજ એવી જ્ઞાત-અજ્ઞાત ઘણુ શકિતઓએ ભારતને મદદ કરી હતી. સામુદાયિક અહિંસાને શુદ્ધિ પ્રાગ રાજ્યાશ્રય નહીં લે પણ રાજ્યને પ્રજાશકિત શુદ્ધ સંગઠિત કરી સાચી દિશામાં દેરીને રાજ્યને પ્રજાનું આશ્રિત બનાવી મૂકશે.
(૧૩-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com