________________
૧૪૫
પડે છે. ત્યારે લોકસંગઠનેના લવાદે વધુ શક્તિશાળી રહેવાના; કારણ કે તેમની પછવાડે સિધ્ધાંત–નિષ્ઠા અને નૈતિક બળાની તાકાત રહેવાની.”
શ્રી. દેવજીભાઈ: “એવાં દળની દ્રષ્ટિ પ્રજાલક્ષી હોય અને પ્રેરકબળ અહિંસાનું હોય તથા ઉપર છેવટનું જાગૃત માર્ગદર્શન ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓનું હોય તે વાંધો નથી. બાકી પ્રેરકબળ રાજ્ય કે તેની દંડશકિત હશે તો તે પ્રયોગ જોખમી નીવડશે.”
શ્રી. બળવંતભાઈ: “આજની ગ્રામ પંચાયત કે નગરનાં કોર્પોરેશને મોટા ભાગે; દાંડ તત્વ, રાજકીયપક્ષે અને મૂડીવાદી પરિબળોનાં પ્રેરિત હોવાથી વધુ જાગૃતિ રાખવી પડશે !”
શ્રી. માટલિયા : પોલિસ કરતાં એવાં ગ્રામરક્ષક દળને ક્ષમ્ય ગણવા પડશે. નજીકનાં તેમનાં સગાંસંબધીઓના કારણે કંઈક પણ નૈતિક અંકુશ રહેશે અને રક્ષાની બાબતમાં પરાધીન બનેલી પ્રજા સ્વાવલંબી બનશે !”
શ્રી. પુંજાભાઈ: “પૂ.ગુરુદેવસંતબાલજીનું ચોમાસુ સાવરકુંડલામાં હતું તે વખતે હું ત્યાં આવેલ. ત્યારે ગામડામાં એક બંદૂકના લાયસન્સવાળા સામે ફરિયાદ હતી પણ માથા ભારે તો સામે થવાની હિંમત ન હતી. એટલે ઘણીવારઝૂડાની સામે થનાર એક્લા પડી જાય છે ! જે કે ગૂંડામાં નૈતિક બળ હેતું નથી, એટલે નૈતિકશકિત જાગૃત થતાં તેઓ દબાઈ જ જવાના. તે માટે સંગઠિત થવું જરૂરી છે. જરૂર પડે સહન કરવું પણ જરૂરી છે. હમણાં ગરબા મંડળીમાં કેટલાક ગૂંડાઓએ ચેનચાળા કર્યા; અને મંત્રીએ ટોક્યાત્યાં તેઓ ચઢી આવ્યા અને લેકે બધા જ નાસી ગયા. એટલે સંગઠન અને અહિંસા બને જરૂરી છે.
શ્રી. બળવંતભાઈ કેટલાક માથાભારે તો બન્નેને લડાવી, પિતે નિલેપ જેવા રહી, પછી સમાધાન કરાવી પિતાની પ્રતિષ્ઠા જમાવે છે. એવાથી બચવું પણ જરૂરી છે. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com