Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 156
________________ ૧૪૩ બાંધી મુદતને શુદ્ધિપ્રયોગ થયો. લેકેનું ધ્યાન ખેંચાય કે આશ્રમ એ તેમની મિલ્કત છે. ગુનેગારને શોધવાનું કામ પણ તેમનું છે. રાજ્યને આશ્રય નહીં, પણ મદદ કરવા આવે તો લેવી! આ મદદમાં પણ પહેલે નંબર ધર્મસંસ્થાનો, બીજો નંબર લોકસેવક સંસ્થા અને લેકસંસ્થાને અને ત્રીજો નંબર રાજ્ય સંસ્થાને ! આ રીતે સાળંગપુરમાં કુરેશીભાઈને આશ્રય ન લીધે! શુદ્ધિપ્રયોગ છાવણીમાં સરકારી મદદ કરનારને આવવાને પણ અધિકાર નહીં. અમદાવાદનાં તોફાને વખતે ગ્રામ ટુકડીઓ ગઈ. પોલિસ તેમનું રક્ષણ કરવા તૈયાર થઈ. એટલે ટુકડીવાળાઓએ કહી દીધું કે “અમને તમારી જરૂર નથી. તમારી ફરજ બજાવવી હોય તો જરૂર બજાવો ! પણ, અમારા ઉપર હુમલો કરનારને આપ પકડશો નહીં. આપ સહુ હથિયાર વગર સાદા વેશમાં આવે તે વધારે સારૂં!” એ લેકેએ માન્યું. પરિણામ એ આવ્યું કે તેફાનીઓએ ખેડૂતોને હેરાન કરવામાં મણા ન રાખી. નાગા કર્યા, માર માર્યો, ગાળોને વરસાદ વરસાવ્યો પણ શાંત ! પોલિસ પણ શાંત. તે એટલે હદ સુધી કે એક મોટા અમલદારની આંખમાં એક જણે ધૂળ નાખી છતાં તે શાંત રહ્યા. તેઓ ધારત તે મારી શકત ! આ અસર ગ્રામ ટુકડીની હતી. ધીમે ધીમે તોફાનીઓને બધાએ વખોડયા અને વાતાવરણ શાંત થયું. પરિણામે પ્રજા મોટા નુકશાનમાંથી ઉગરી ગઈ. ટુંકમાં શુદ્ધિ પ્રયોગ રાજ્યની મદદ લેવા નહીં જાય; આવશે તે પોતાના સિધ્ધાંતોની અંદર રહીને મદદ કરવા માટે ઇન્કાર નહીં કરે. સાળંગપુરમાં અમલદારો આવ્યા. ખેડૂતોને પૂછવા લાગ્યા. ખેડૂતોએ શુદ્ધિ પ્રયોગવાળાને પૂછયું કે અમારે એમને જવાબ આપવો કે નહીં ? શુદ્ધિપ્રયોગ સમિતિએ તેમને છૂટ આપી કે તમારે જે સાચું હોય તે કહેવું જોઈએ ! આમ કાયદે મદદે આવ્યો તે પોતાની મર્યાદામાં તેની સહાયને નકારી નહીં. એ સાથે હિંસાને ટકે ન મળે તે પણ જોયું. શુહિપ્રયોગ–અનુબંધ વિચાર ધારા વગેરેનું અંતિમ ધ્યેય તે એ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212