________________
૧૪૨
અને તેણે આત્મહત્યા કરી કે તેને બાળવામાં આવી. પણ બાઈ બળી ગઈ તે વાત સાચી હતી. હવે આ વાતનું સંશોધન સમાજ નહીં કરે તો બીજુ કોણ કરશે? રાજ્યની મર્યાદા છે. કાયદાની પણ મર્યાદા છે. રાજ્યસંસ્થાની પણ મર્યાદા છે! પણ સરજે આપઘાત કર્યો તે તેનાં કારણોની તપાસ તે થવી જોઈએ કે નહીં?
મેં આ અંગે એક લેખ લખ્યો ત્યારે એક વકીલ તે અંગે ચર્ચા કરતા હતા. મેં કહ્યું કે “મારે લોકોની શ્રદ્ધા ન્યાય તંત્ર ઉપરથી તુટી જાય, તેવું કરવું નથી. પણ ગુનેગારની શોધ આજે રાજ્ય કરતું નથી એટલે અનિષ્ટને અપ્રતિષ્ઠિત કરવાનું કામ કોણ કરશે ” સર્વોદય કાર્યકરોને ફુરસદ નથી. કેટલાક ધારાસભામાં ગયા, તે હવે પ્રાયોગિક સંધ જેવી સંસ્થાની જરૂર છે. તેમજ આવા પ્રશ્નોમાં સમાજને જાગૃત કરવા માટે શુદ્ધિપ્રયોગની જરૂર છે. એ રાજ્ય સારું કે જ્યાં સજા ઓછી હોય, ફાંસીની સજા ન હૈય–કાયદા ઓછા હોય અને પિલિસની ઓછામાં ઓછી જરૂર હોય. આ સ્થિતિમાં રાજ્યને દેરવું જોઈએ!
એક કાળ એવો હતો કે રાજ્ય ગુનેગારની શોધ જાતે કરતું. જહાંગીરને દાખલ છે. જ્યાં સુધી ગુનેગાર ન મળ્યો ત્યાં સુધી તેને ખાવાનું ન ભાવ્યું. એક વખત તે જમવા બેઠા હતા. બેગમ પંખાથી પવન નાખતી હતી; પણ બાદશાહ ઉદાસ હતો.
બેગમે કારણ પૂછ્યું તે કહ્યું: “બેબીને કોઈએ માર્યો છે પણ તેને ગુનેગાર જડતો નથી!”
ગુનેગારને શોધવાની જવાબદારી પિતાની! આજે તે શોધનાર જુદા, ન્યાય આપનાર જુદા, સ્થળ જુદા, ગુને થાય ગામમાં, ન્યાય–તળાય શહેરમાં. ધનવાળો હોય તે જીતે કે બુદ્ધિવાળે હાય તે છતે !
ત્યારે, શુદ્ધિપ્રયોગમાં સ્થળ ઉપર તપાસ થાય છે–ત્યાં જ પ્રયોગ થાય છે. ગુંદી આશ્રમમાં ચોરી થઈ ચોર મળતું ન હતો એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com