________________
૧૪૧
લેવી. આના પરિણામે ગુનેગારને સુંદર અસર થાય; ન્યાયમાં સંશોધન થાય અને લેકે જાગૃત થાય ! આમ કરતાં સત્ય પણ જળવાય અને ન્યાયકોર્ટની મહત્તા પણ જળવાય! શુદ્ધિપ્રાગ અને ચાલુ ન્યાયમાં અંતર:
આજની ન્યાય-અદાલતે કાયદા દ્વારા ચાલે છે એટલે તેમની કેટલીક મર્યાદા આવી જાય છે. ગુને પુરવાર કરવો એ ફરિયાદીનું કામ છે. કેટલાક પ્રશ્નોમાં સરકાર ફરિયાદી બને છે. તેને બચાવ સરકારી વકીલ કરે છે. ફરિયાદી ને પણ તે મદદ કરે છે. આજના ન્યાયનો કાયદો એ છે કે ભલે સે ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષ ન માર્યો જાય! પરિણામે સમાજમાં ગુનેગારો વધી ગયા છે. તેમાંથી ઘણું તો ઉઘાડા ગુનેગારે હોય છે. સમાજ તેમને પ્રતિષ્ઠા આપે છે. ધોળી ચેરી કરે તેને કોઈ પકડતું નથી; પણ, ગરીબ માણસ રોટલા માટે ચેરી કરે તે તેને સજા થાય છે. એટલે ન્યાયકેર્ટની આ અપૂર્ણતા માટે જ શુદ્ધિપ્રયોગની જરૂર છે.
આપણી કલ્પના એવી છે કે સજા થવી જોઈએ પણ તે અહિંસાની દિશામાં આગળ વધવી જોઈએ. ન્યાય તંત્રનાં અંગો ન્યાયાલય, ન્યાયાધીશ તેમજ વકીલની શુદ્ધિ થવી જોઈએ કાયદે છે કે નવાણું ગુનેગાર ભલે છૂટી જાય પણ એક બીન ગુનેગાર ન માર્યો જ જોઈએ! આ જાતની કાર્યવાહીથી નવાણું છૂટી જાય છે અને એક જ પકડાય છે. ન્યાયાધીશને કાયદાના ચોકઠામાં રહીને ન્યાય આપવો પડે છે; તે અંતરાત્માને આધીને ન્યાય આપી શકતો નથી. ગુનેગાર નિર્દોષ છૂટયા પછી બહાર લહાર થાય છે, તેની પ્રતિષ્ઠા થાય છે. પરિણામે લકોની ન્યાય ઉપરની શ્રદ્ધા તૂટે છે. પછી તેઓ કાયદે હાથમાં લે છે.
સરોજબાળા ખૂન કેસમાં ન્યાયાધીશે ટીકા કરી કે એ કેસમાં બહારનું દબાણ લાવવામાં આવ્યું છે. સાંભળવા પ્રમાણે સરજબાળાનું જીવન એવું હતું કે તેને લાજ બચાવવી, શીલ બચાવવું મુશ્કેલ બન્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com