________________
માણસના જ
આવે છે "તામાં જમા
આકાર લવાને ગાય એ ભૂખ છે,
[૧૦] શુદ્ધિ પ્રયોગ અને લવાદી તત્વ માણસના જીવનમાં બે ભૂખ છે–રોટલાની અને ન્યાયની. ન્યાયની ભૂખમાંથી લવાદને પ્રશ્ન આવે છે અને રોટલાની ભૂખમાંથી ન્યાયોચિત આજીવિકાને પ્રશ્ન આવે છે. આ બે બાબતમાં જયારે કાઈક વિના આવે છે, ત્યારે સામાજિક અશાંતિ ઊભી થાય છે. આ અશાંતિને દૂર કરવા માટે સમજૂતી, સમાધાન, લવાદ અને સૂચના-પત્ર તેમજ પછી કમશઃ શુદ્ધિપ્રયાગ આવે છે. આ અહિંસા સુધી પહોંચવાની રીત છે. હિંસક રીતમાં લડાઈ, મારામારી, ખૂન, લૂંટ વગેરે આવે છે. પણ, હિંસક સાધને વડે હમેશાં હિંસા વધે છે. એટલે અહિંસક સાધનને વિચાર કરવામાં આવે છે. લવાદ માટે ભૂમિકા :
હવે પ્રશ્ન એ છે કે શું શુદ્ધિપયોગમાં લવાદને સ્થાન છે? છે તે કઈ ભૂમિકાએ? ન્યાય મેળવવા માટે શુદ્ધિપ્રયોગ થાય છે. પણ તે. પહેલાં જેને અન્યાય થયો હોય તેના મનમાં ડંખ ન રહેવો જોઈએ. તેને સમાધાન મળવું જોઈએ. તે માટે સમજૂતી થાય તે વધારે સારું છે. ત્યારબાદ લવાદ નીમ કે પંચ ફેંસલા દ્વારા ન્યાય કરે તે યોગ્ય થશે. જે ડંખ રહેશે તે અન્યાય કર્તા અને અન્યાય પીડિત વચ્ચે મહેબૂત પેદા કરવી છે, તે થશે નહીં.
જૈન પરિભાષામાં સહધમાં વાત્સલ્ય શબ્દ આવે છે. તેને એકરૂઢ. અર્થ એ પણ છે કે બધા સાથે બેસે અને જમે. શુક્રવારની નમાજ દરેક મુસલમાન સાથે ભણે; રવિવારની પ્રાર્થનામાં દરેક ઈસાઈઓ સાથે ભળે. એને અર્થ એ છે કે શેષિત કે શોષક બને સાથે બેસે એ ભૂમિકા આવવી જોઈએ. તે માટે ડખ કાઢવો જોઇએ. તેમ ન થાય તો નિમિત્ત મળતાં શેષિત ઔગની માફક ઊછળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com