________________
૧૨૭
ગાઈને ટેકે મળી જાય છે. કાશ્મીરના પ્રશ્નમાં આક્રમણ બંધ કર્યા પછીજ લવાદની વાત પાકિસ્તાન કરી શકે! લવાદ એટલે પંચ :
લવાદ એટલે પંચ. મધ્યસ્થ અને તટસ્થપણું! અગાઉ આપણે ત્યાં “પંચ બેલે તે પરમેશ્વર” એમ મનાતું. અગાઉ આવા પંચ તરીકે રાજા ગણાતો. અને મને લાગે છે કે તે કાળે રાજાના જે પાંચ કર્તવ્યો હતા તે ઉપરથી જ “પંચ” શબ્દ આવ્યો છે. રાજાનું કર્તવ્ય હતું –
दुष्टस्य दंडः सुजननस्य पूजा, न्यायेन कोषस्य च संप्रवृद्धि. अपक्षपातो, निजराष्ट्र चिंता, पंचापि धर्मा नृप पुंगवानाम्
એટલે કે દુષ્ટને દંડ મળે જેથી પીડિતને ડંખ ન રહે, અન્યાયની પ્રતિષ્ઠા ન થાય, ન્યાય જીતે છે તેની સમાજને ખાત્રી થાય, ન્યાયથી કેશવૃધ્ધિ થાય; સજ્જનતાની પ્રતિષ્ઠા થાય, આર્થિક વિ. બાબતે અંગે અપક્ષપાત રહે તેમજ રાષ્ટ્રહિત ચિતન થાય, જેથી અનિષ્ટો દૂર કરી શકાય. એ પાંચ રાજાના ધર્મ છે.
રાવણ સીતાજીને હરી ગયા. તેમને પજવ્યાં છતાં સીતાને ડંખ ન રહ્યો કારણ કે તેમના પતિ રામ હતા. વળી રાજ્ય રાવણના જ ભાઈ વિભીષણને આપ્યું હતું. પણ દુર્યોધને જે કાર્યવાહી કરી દુઃશાસન દ્વારા એટલે પકડીને દ્રૌપદીને લાવવામાં આવી; તેનું દુઃખ દ્રૌપદીને હતું, તેને પડ પાંડમાં પડ્યો હતે. આ ડંખ કઢાવવા માટે મહાભારતનું યુદ્ધ થયું! આ ડંખ કેવળ એક નારીનો ન હતા પણ આખા સમાજની નારીઓને હતો! જે તે ન નીકળત તે સ્ત્રીઓની શી દશા થાત? તે માટે કુંતીએ કહ્યું -
" यदर्थ क्षत्रियाः सूते सोडयं कालः समागतः"
એ કાળ આવ્યો છે કે જેને માટે ક્ષત્રિય માતા આવા પુત્રોને પ્રસવ કરે છે. આ ડંખને વળાંક આપવા માટે શ્રીકૃષ્ણ ખુદ લવાદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com