________________
૧૨૬
નીમણુંક ચલાવી શકાય છે. મજૂર મહાજન અને મીલમાલિક મંડળ વચ્ચે લવાદ નહોતું. પણ વળતર કેટલું આપવું; હડતાલનું વળતર આપવું કે ન આપવું; તેમજ મજૂરોની ભૂલ વગેરે વિચારના મધ્યસ્થ–પંચ જેવું હતું.
પૈસાની આવી બાબતે હેય; બન્ને પક્ષ તરફથી પૈસા ખવાઈ ગયા કે ચવાઈ ગયા; એવી વાત આવતી હોય તે તેના સમાધાન માટે લવાદને નીમો. આવી લવાદીમાં પણ શારીરિક સજાથી દૂર રહેવાય તે ફેસલો વધારે ઉત્તમ છે. અન્યાય પીડિતને ડંખ ના રહે અને સંતોષ થાય તે પણ શારીરિક સજા ન થવી જોઈએ. પણ જે ગયું છે જે ક્ષતિ (નુકસાની) થઈ છે, તેનું વળતર મળવું જોઈએ. તે ન મળે તે ડંખ જાય નહીં. અને તે ડંખ કઢાવી, ગુનેગાર સામાજિક જીવન
જીવ બને તેવી સ્થિતિ સર્જવી જોઈએ. અન્યાયીનું હૃદય પણ નીચું પડે છે. તેની શુદ્ધિ થાય તે સૌનું ભલું થાય છે! લવાદ શુદ્ધ હવે જોઈએ :
લવાદ માટે અંગ્રેજીમાં “આરબીટ્રેટર ” શબ્દ વપરાય છે તેને અર્થ મધ્યસ્થ કે બીચબિચાવ કરનાર એવો થાય છે. તે બન્ને પક્ષને માન્ય હોય કે નહીં તે અંગે કેટલીક વખત ધ્યાન અપાતું નથી. તેમજ તેના ફેંસલામાં કોને કેટલું દુઃખ થાય છે; ડંખ રહે છે તેને
ખ્યાલ ઓછો રખાય છે. એ લગભગ આજની ન્યાય પદ્ધતિ ઉપર ચાલે છે. ત્યારે લવાદ બન્ને પક્ષને માન્ય હોવો જોઈએ તે જ શુદ્ધ હોય છે. લવાદની શુદ્ધિ ગાંધીજીએ આનંદશંકરભાઈ ધ્રુવની નિમણું કથી કરી બતાવી. આ લવાદ કાઈને અન્યાય થયેલ છે કે નહીં; તે તપાસી શકે. જેમકે પંજાબી સુબાના પ્રશ્નમાં શીખેને અન્યાય થયો છે કે નહીં; પણ ચીને છડેચેક આક્રમણ કર્યું હોય ત્યાં લવાદની વાત કરીએ તે મૂળભૂત તજ મરી જશે. એક દાંડ માણસ કેઈના નાણું પચાવી બેઠે હેય પછી કહે કે લવાદ નીમે, હું ફેંસલે માન્ય કરીશ; તેના જેવી જ આ વાત છે. ઘણીવાર ઉપરની સુફીયાણું વાતથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com