________________
૧૩૩
મંજૂર હોય તેમાં કઈ રીતે લવાદી હેઈ શકે? આખરે સત્ય-ન્યાય માટેના ચાર માસના શુદ્ધિપ્રાગ પછી મંદિરે પણ એકરાર કર્યો. પછી વધુ ભાગ લીધો હતો તે પરત કરવામાં કાયદેસરની મુસીબત હતી. (જમા થઈ ગયા પછી રકમ પાછી આપવા અંગે) ત્યાં લવાદી જરૂર હોઈ શકે.
એજ રીતે સાણંદના પૈસા બીજે લઈ જવાયા–એ ભૂલને એકરાર થયા બાદ, કાંઈક વપરાયા હોત તો તેનું શું કરવું એ લવાદીને મુદ્દો થઈ શકત. પણ મૂળભૂત સર્વમાન્ય ભૂલના એકરારની વાતમાં લવાદીની વાત હોઈ શકે નહીં.
સ્વરાજ્યની લડત વખતે બ્રિટીશ સરકાર કહે કે “સ્વરાજ્ય આપવું કે નહીં તે અંગે વાત લવાદી ઉપર છોડીએ!” એ એક વાહિયાત વાત ગણાય. તેવીજ રીતે સાણંદ શુદ્ધિપ્રયોગ વખતે આવેલી લવાદની વાત વાહિયાત હતી. હમણુ પંજાબી સુબે આપવો કે નહીં એ વાત લવાદ ઉપર છેડવાની વાહિયાત માગણું થઈ બિન કેમવાદી સરકાર અને કામવાદી માગણી કરનાર જૂથ વચ્ચે લવાદ હેઈજ શકે નહીં. મતભેદને મુદ્દો હોય; પણ સિદ્ધાંત એક હેાય ત્યાં લવાદ હેય શકે અથવા ચૂકાદાની બાબતમાં સિદ્ધાંત સચવાતાં, વિગતમાં ફેરફાર કરવામાં લવાદ થઈ શકે. સાણંદના ઋષિ બાલ મંદિરનાં સાધનેને મુદ્દો મતભેદને હતો, ત્યાં લવાદનું સ્થાન હોઈ શકે.
આજે રાજ્યની દંડશક્તિ પાછળ કરોડ રૂપિયા બરબાદ થાય છે, છતાં ન્યાયની બાબતમાં તેની ઘણીવાર લાચારી હોય છે. દા. ત. સાળંગપુરના પહાણ પત્રકમાં નામ ન હતાં; તે સાળંગપુરના ખેડૂતોની વાત સરકારના જવાબદાર અમલદારો જાણતા હતા; પણ શું કરે? સાક્ષી પુરાવા આપનારાજ ન મળે, ત્યાં શું કરવું? શરીર હોય તો તેને ટકાવી રાખવા માટે થોડી હિંસા થાય; (હવા, પાણી, અન્ન વગેરે લેવામાં) પણ તે કારણે આપઘાત ન થાય. સંતબાલજી એમ માને છે કે અહિંસક દિશામાં નૈતિક સામાજિક દબાણમાં થોડી હિંસા છે; પણ તે દંડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com