________________
૧૩૮
પ્રજાએ ચૂકેલી સંસ્થા છે. તેનું બંધારણ છે. તે ન્યાયનું કામ કરે છેવહીવટનું કામ કરે છે–બધું કરે છે. તે પછી રાજ્યાશ્રયને ઇન્કાર શા માટે ? એને જવાબ એ છે કે શુદ્ધિપ્રયોગ સરકારનો ઈન્કાર નથી કરતો પણ તેને આશ્રય લેવા જવામાં માનતો નથી. પણ જે સામેથી મદદરૂપ થવા આવે તે તેને ના નહીં પડે.
આ માટે સાળંગપુરના શુદ્ધિ પ્રયોગને દાખલ જોઈએ. શ્રી. કુરેશીભાઈએ જોયું કે આ મંદિરવાળા લેકોને ખૂબ રંજાડે છે, સભાઓ કરે છે અને સરઘસ કાઢે છે. શુદ્ધિપ્રયોગમાં ભળેલા માણસે નીકળે તેમનો હુરિયો બોલાવવો કે મશ્કરી કરવી; એવું મેલું વાતાવરણ તેમણે સર્યું હતું. બહારગામથી ખેડૂતોની ટુકડીઓ આવે તેમનું અપમાન કરે, છાજિયા , ધાંધલ કરે, હોબાળા કરે! કુરેશભાઈએ આ નજરે જોયું, કેટલુંક સાંભળ્યું. તેઓ પ્રાયોગિક સંઘના પ્રમુખ હતા; બીજી બાજુ ધંધુકા તાલુકાના સભ્ય હતા. તેમને થયું કે, ધારાસભ્ય તરીકે મારી ફરજ છે કે આ જાતનું તોફાન થાય, અપમાન થાય અને તે પણ જે લેક ન્યાયની મદદે આવ્યા છે તેમનું; એટલે મારે પોલિસ તંત્રને અને મામલતદારને ખ્યાલ આપવો જોઈએ. આમ વિચારી તેઓ શુદ્ધિપ્રયોગની છાવણમાં આવ્યા. છાવણીના સંચાલક શ્રી. નાનચંદભાઈ હતા. એટલે કાગળ લખીને તેમને પિસ્ટ કરવા આપો.
નાનચંદભાઈએ બહુ જ નમ્રતાપૂર્વક કહ્યું : “આપ પ્રાયોગિક સંઘના પ્રમુખ છે. અહીં ધારાસભ્ય તરીકે સરકારનું ધ્યાન દોરે છે; પણ પ્રયોગ ચાલતે હેઈને સામેથી ચાલીને મદદ લેવામાં અમે માનતા નથી. એટલે હું આ કાગળ નાખવા નહીં જઈ શકું. આપ બીજી વ્યવસ્થા કરે!”
કુરેશીભાઈને નવાઈ લાગી કે આ કેવી જાતની કાર્યવાહી? એની ખૂબ ચર્ચા ચાલી, પછી સમજાયું કે શુદ્ધિ પ્રયોગની છાવણીમાં બેસીને સરકારને આશ્રય ન લેવાય! બહાર જઈને ગમે તે કરો! પણ, જે સરકાર સામે ચાલીને મદદે આવશે તો ખુશીથી લેશે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com