________________
૧૩૬
ગૂંડાગીરી. દાદાગીરી કે દાંડાઈ અટકે જ નહીં. ઊલટું જે માણસ ગુંડાને મારે તેજ આગળ જતાં ગુડ ન બની જાય તેની ખાતરી નથી. આ બધું જોતાં આજના યુગે સંસ્થા દ્વારા શુદ્ધિપ્રયોગ અજોડ ઇલાજ લાગે છે.”
શ્રી. માટલિયા : “ કાયરતા કરતાં સામને ભલે સશસ્ત્ર હોય તો તે સારા તે પણ ગ્રામરક્ષકદલ દ્વારા થાય તો તે ક્ષમ્ય છે, કારણ કે તે પ્રજામાન્ય અને સરકાર માન્ય છે. કોઈ પ્રસંગ એ આવી જાય છે કે અગુ તપણે રાજ્યને અને સમાજને ચેતવીને દાંડ સામે સશસ્ત્ર પ્રતિકાર કરી શકાય! પણ હંમેશ માટે તેનું વિધાન ન કરી શકાય !
અમારે ત્યાં એક ભરવાડ અનેક બહેનની છેડતી કરે. કોઈનું માને જ નહીં. રાજ્યને તે કાયદા વગેરેની ઘણી મર્યાદા છે. તેવામાં એક બ્રાહ્મણે સંક૯પ કર્યો. “જે એ માફી જાહેરમાં માગી, પોતાના જીવનને સુધારવાની ખાતરી નહીં આપે તે હું ઉપવાસ ઉપર ઊતરીશ !”
બીજે જ દિવસે તે ગૂડે નમી ગયો. અલબત આવાઓની દાંડાઈ દૂર કરવા માટે અંબુભાઈ કહે છે તેમ સંસ્થાકીય નૈતિક બળ મદદમાં હેય તે જ તે અસરકારકપણું કાયમી ટકે.”
શ્રી. શ્રોફ: “ઘણીવાર કઈ માતબર સંસ્થા પણ દાંડાઈને સીધી કે આડકતરો ટેકે આપે તે શું કરવું ?”
શ્રી. અંબુભાઈ: “નમ્રતા, સૌમ્યતા, ભૂલ સુધારવાની તૈયારી વગેરે સત્યાગ્રહીની શરતે છે. કેટલીકવાર આપણે દાંડાઈ માની લીધેલી હોય છે, તેમાં આપણે નિર્ણય ઉપલકિયો કે ઉતાવળ હોય છે. કયારેક પૂર્વગ્રહવાળે હેય છે. વળી વ્યક્તિગત રીતે લોકશ્રદ્ધા પણ જીતી લીધી હેતી નથી. આથી સંસ્થાના સંચાલનની નીચે આવા પ્રસંગો મૂકવા એ સલામત રસ્તે છે, જેથી ગફલત થતી હોય તે ચળાઈ જાય. વળી ખેડૂત મંડળ, એટલે કે નૈતિક ગ્રામ સંગઠન પ્રથમ અદાલત; તેના ઉપર પ્રાયોગિક સંઘની અદાલત અને ઉપર વિશ્વવત્સલ–સંઘની કલ્પના છે. અત્યારે તે મોટા ભાગે આ બધી અદાલત ખૂબ છણ્યા બાદ ન્યાય થતા હોય છે–એવી સહજ સ્થિતિ હોય છે. (૬-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com