________________
૧૩૫
ત્યારબાદ પ્રશ્નોત્તરી નીચે મુજબ થઈ. શ્રી. દેવજીભાઈ : “દાંડ માટે શો ઉપાય?”
શ્રી. અંબુભાઈ: “દાંડ માણસ ચેરી કરે, છેડતી કરે અથવા અન્ય ખોટાં કામ કરે અને સમાજ મૅગે રહીને જોયા કરે એમ દેખાય છે, પણ ખરી રીતે તે આંખ આડા કાન કરીને સમાજ એને આડકતરૂં પ્રોત્સાહન આપી રહ્યો હોય છે. જો એ સંગતિ અને જાગૃત રહીને પડકાર કરે તે દાંડાઈ ટકી શકે જ નહીં! દાંડાઈને ટકવા માટે સમાજની ધરતી જોઈએ તે મળે ત્યાં લગી જ દાંડાઈ ટકે છે.
શ્રી. દેવજીભાઈ: “એવાં તત્વોને દૂર કરવા માટે રાજ્યની દંડશક્તિની મદદ લેવી કે નહીં ?”
શ્રી. અંબુભાઈ: “પ્રથમ પગલું આધ્યાત્મિક દબાણનું છે. બીજું પગલું નતિક સામાજિક દબાણનું છે. ત્રીજુ પગલું પ્રજા-માન્ય સરકારનું છે. આ ત્રણે પગલાં લેવામાં હરક્ત ન હોઈ શકે. સવાલ માત્ર એટલે છે કે આપણે ઝોક મુખ્યત્વે આધ્યાત્મિક કે નૈતિક સામાજિક દબાણને હેવો જોઈએ કે રાજ્ય તરફને? મારા નમ્ર મતે આપણો ઝોક આધ્યાત્મિક પુરૂષની શુભેચ્છા સાથે નૈતિક-સામાજિક દબાણ તરફ રહે છે. બાકી આપણાં પગલાંથી સરકારની દંડશક્તિ જાગીને આપોઆપ કામે લાગે તો તેને આપણે રોકશું નહીં. એ ૫ણું જોવાયું છે કે સરકારની દંડશકિત કામે લાગે જ છે અને તે પણ અહિંસાને માર્ગે વળે છે. ૧૯૫૬ ના મહાગુજરાતના અમદાવાદ ખાતેના તોફાનેમાં ગ્રામ ટુકડીઓ ઉપર હુમલા થયા ત્યારે પોલિસ પિતાની દંડશક્તિના બદલે ક્ષમાશીલતા વધારી શકી હતી.
તેનાથી ઊલટું એક સ્થળે જોયું. એક પિલિસ અધિકારીએ આવી શરૂ શરૂમાં છાકટું ગોઠવી એક દાંડ આગેવાનનું ખૂન કરાવ્યું. થડે સમય શાંતિ લાગી, પણ, સમય જતાં દેખાયું કે એક ગૂડે ગયો પણ, બીજા પાછા ઊભા થયા જ. એટલે જ્યાં લગી બન્ને બાજુનું કામ ન થાય; એટલે કે મુખ્યપણે લેક જાગૃતિનું કામ ન થાય ત્યાં લગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com