Book Title: Dharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Author(s): Santbal
Publisher: Mahavir Saitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 147
________________ ૧૩૪ શક્તિની અપેક્ષાએ અહિંસા છે. એવી જ રીતે આધ્યાત્મિક દબાણની હિંસા, નૈતિક સામાજિક દબાણની અપેક્ષાએ અહિંસા છે. તે દષ્ટિએ એ ક્ષમ્ય પણ છે. એ શકિતને લઇને દંડશકિત પણ અહિંસા તરફ વળશે અને આધ્યાત્મિક દબાણ તથા અહિંસા તરફ લેકની શ્રદ્ધા વધશે. અમે તો જ્યાં જ્યાં શુદ્ધિપ્રયોગ કર્યા, ત્યાં એકપણ અપવાદ સિવાય સે ટકા સફળતા મેળવી છે. આપણે આગળ વધશું તે રાજ્ય પાછળ આવશેજ, સાળંગપુરમાં રાજ્ય મહાર મારવા પાછળ આવ્યુંજ હતું. શુદ્ધિપ્રયાગની ખૂબી એ છે કે તેથી થતો નવો ન્યાય ગરીબમાં ગરીબ માણસ માટે ઊભો થાય છે; જૂનાં ખોટાં મૂલ્યો ખરે છે. તેમજ જનજાગૃતિ આવતાં રાજ્ય અને દંડશકિતનું બળ ઘટે છે. સમાજ શુદ્ધ થાય છે. શુદ્ધિપ્રાગે જ્યાં જ્યાં થયા છે ત્યાં ત્યાં તે પહેલાં સમજાવટ, દબાણ વગેરે બધાં પગલાં લેવાઈ ચૂકાયાં હતાં. અહીં એક બીજો ખુલાસો કરૂં. કેટલીક વાર કહેવાય છે કે મુનિશ્રી સંતબાલજી રાજકારણમાં શું જાણે? બંધ બાંધવામાં ઈજનેર, શિક્ષણમાં શિક્ષક, આરોગ્યમાં વૈદ્ય, તેમ રાજકારણમાં ધર્મ કેવી રીતે પ્રવેશવ તે જો ધર્મસંસ્થાના, આચાર ઘડતર પામેલ સાધુપુરુષ નહીં જાણે, તે બીજું જાણશે ? અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ જે વ્યાપક ધર્મ હોય તે તે સાધુ પુરૂષ કે જેમાં વ્યાપક દષ્ટિ અને વિશ્વ વાત્સલ્યમાં માને છે, તેઓ નકકી નહીં કરે તે બીજું કશું નક્કી કરી આપશે? હા, એ વાત સાચી છે કે આજની ઘરેડમાં જે તણાઈ રહ્યા છે, એવા સાધુઓ પહેલાં અથવા એ ઘરેડમાંથી સાચી દિશામાં માથું ઉંચકતા ડરશે; તેઓ આ નક્કી નહીં કરી શકે. તેટલા માટે તો ક્રાંતિપ્રિય” વિશેષણ લગાડાય છે. મારા નમ્ર મતે, આ સાધુસાધ્વી શિબિરમાં એ દ્રષ્ટિ હતી અને છે. જેથી નવી સંસ્થા કે સંપ્રદાય ઊભો ન કરવો પડે અને પિતાને સ્થાને રહીને; સાધુસાધ્વીઓ આ અનુબંધ વિચારધારાને આગળ ધપાવી શકે!” , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212