________________
૧૩૪
શક્તિની અપેક્ષાએ અહિંસા છે. એવી જ રીતે આધ્યાત્મિક દબાણની હિંસા, નૈતિક સામાજિક દબાણની અપેક્ષાએ અહિંસા છે. તે દષ્ટિએ એ ક્ષમ્ય પણ છે. એ શકિતને લઇને દંડશકિત પણ અહિંસા તરફ વળશે અને આધ્યાત્મિક દબાણ તથા અહિંસા તરફ લેકની શ્રદ્ધા વધશે.
અમે તો જ્યાં જ્યાં શુદ્ધિપ્રયોગ કર્યા, ત્યાં એકપણ અપવાદ સિવાય સે ટકા સફળતા મેળવી છે. આપણે આગળ વધશું તે રાજ્ય પાછળ આવશેજ, સાળંગપુરમાં રાજ્ય મહાર મારવા પાછળ આવ્યુંજ હતું. શુદ્ધિપ્રયાગની ખૂબી એ છે કે તેથી થતો નવો ન્યાય ગરીબમાં ગરીબ માણસ માટે ઊભો થાય છે; જૂનાં ખોટાં મૂલ્યો ખરે છે. તેમજ જનજાગૃતિ આવતાં રાજ્ય અને દંડશકિતનું બળ ઘટે છે. સમાજ શુદ્ધ થાય છે. શુદ્ધિપ્રાગે જ્યાં જ્યાં થયા છે ત્યાં ત્યાં તે પહેલાં સમજાવટ, દબાણ વગેરે બધાં પગલાં લેવાઈ ચૂકાયાં હતાં.
અહીં એક બીજો ખુલાસો કરૂં. કેટલીક વાર કહેવાય છે કે મુનિશ્રી સંતબાલજી રાજકારણમાં શું જાણે? બંધ બાંધવામાં ઈજનેર, શિક્ષણમાં શિક્ષક, આરોગ્યમાં વૈદ્ય, તેમ રાજકારણમાં ધર્મ કેવી રીતે પ્રવેશવ તે જો ધર્મસંસ્થાના, આચાર ઘડતર પામેલ સાધુપુરુષ નહીં જાણે, તે બીજું જાણશે ?
અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ જે વ્યાપક ધર્મ હોય તે તે સાધુ પુરૂષ કે જેમાં વ્યાપક દષ્ટિ અને વિશ્વ વાત્સલ્યમાં માને છે, તેઓ નકકી નહીં કરે તે બીજું કશું નક્કી કરી આપશે?
હા, એ વાત સાચી છે કે આજની ઘરેડમાં જે તણાઈ રહ્યા છે, એવા સાધુઓ પહેલાં અથવા એ ઘરેડમાંથી સાચી દિશામાં માથું ઉંચકતા ડરશે; તેઓ આ નક્કી નહીં કરી શકે. તેટલા માટે તો
ક્રાંતિપ્રિય” વિશેષણ લગાડાય છે. મારા નમ્ર મતે, આ સાધુસાધ્વી શિબિરમાં એ દ્રષ્ટિ હતી અને છે. જેથી નવી સંસ્થા કે સંપ્રદાય ઊભો ન કરવો પડે અને પિતાને સ્થાને રહીને; સાધુસાધ્વીઓ આ અનુબંધ વિચારધારાને આગળ ધપાવી શકે!” ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com