________________
૧૩૦
ભાલને એક પ્રસંગ છે. એક દરજી પિતાની સિલાઈના પૈસા લેવા એક પટેલને ત્યાં ગયે; તે પટેલે પૈસા આપવાનાં તે દૂર રહ્યા પણ તેને બારણું બંધ કરીને માર્યો. હું ત્યાં હતા. મારી પાસે એ પ્રશ્ન આવ્યો. મેં ગામ લેકેને બોલાવીને ન્યાય કરવાનું કહ્યું. લેકો પટેલની શહમાં તણાઈ ગયા અને કહેવા લાગ્યા કે “એને ઘી-ગોળ અપાવો એટલે શરીર તાજું માતું થઈ જશે.”
મેં કહ્યું : “એ બરાબર નથી. આ ગરીબ માણસ છે. એના ઠેકાણે તમે કોઈ હેત તે? કઈ ગામને મોટા માણસ હેત તો ? સાચો ન્યાય તો એ છે કે એનો વાંક ન હતે; પટેલ દેણદાર હતો. છતાંયે માર્યો. તે કાલે તમે લેણાં માગવાં જશો તે તમને પણ મારશે અને ખોટા દાખલે બેસશે. માટે જે સજા એણે દરજીને કરી તે સજા દરજી એને કરે !”
લેકેને ગળે વાત ઉતરી. પટેલ પણ ખુશીથી તૈયાર થયા. પણ દરજીના મનમાંથી ડંખ જતો રહે એટલે તેણે ક્ષમા આપી. બને પક્ષે ડંખ નીકળી ગયો. અન્યાયી જ્યારે જાતે એવી જ સજા લેવા તૈયાર થાય છે ત્યારે બન્ને પક્ષે મનનું ખરું સમાધાન થઈ જાય છે. વેર ન લેવું; ડંખ ન રાખવો, ન્યાયની જીત અને અન્યાયની પ્રતિષ્ઠા આ ચારે વાતો લવાદ વડે ઉપજવી જોઈએ.
લવાદનું તત્ત્વ એ છે કે ન્યાયમાં પક્ષપાત ન થાય; ન્યાયનાં મૂલ્ય ન ખવાય ! શુદ્ધિગ કરતાં પહેલાં તેની શક્યતા હોય તે તેને વિચાર કરવો જોઈએ પણ શુદ્ધિપ્રયોગ શરૂ થયા બાદ લવાદ કરવાથી અન્યાયને ટેકે મળી જવાને સંભવ રહે છે. આર્થિક કે ભેળસેળવાળા પ્રશ્નોમાં બન્ને પક્ષની સંમતિથી લવાદ કરી શકાય પણ સામાજિક કે અન્યાયના પ્રશ્નોમાં બાંધછોડ કરવા જતાં મૂળભૂત તત્વ જ એવાઈ જાય છે, અહીં લવાદ ન જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com