________________
૧૨૯
આજે એવું કયાં થાય છે?
જો કે ન્યાયમાં હમણાં જેટલાં શોષિત-પીડિત છે તેમને જ મહત્વ અપાય છે. મકાન માલિક ભાડૂત પાસે મકાન ખાલી કરાવી શકતો નથી; જમીનદારોને ગણેતિયાને તેમનો હક્ક આપવો પડે છે; સ્ત્રી અને પુરૂષોમાં સ્ત્રીઓને પહેલી પસંદગી આપવામાં આવે છે, મજૂર–માલિકના પ્રશ્નમાં મજૂરને પહેલું મહત્વ અપાય છે, પણ આ બધું ઉપરછલ્લું થતું હોય તેવું લાગુ છે. કેને થયેલા અન્યાય દૂર ન થાય ત્યાં સુધી એ પ્રશ્ન અધૂર જ રહેશે! તે માટે પરિસ્થિતિ સર્જવી પડશે. રાજકારણનું ઘડતર થતું જાય તેમ ન્યાય તંત્ર બદલાય છે. જ્યાં લાંચ-રૂશ્વત કે સત્તા-સ્વાર્થ જ રાજકારણનાં અંગે બન્યાં હોય ત્યાં ખરો ન્યાય કયાંથી મળે? એટલે આજનાં ઊભાં કરેલાં પંચે શેહ-શરમમાં તણાઈ જાય છે. એવી પરિસ્થિતિમાં લવ દ નીમો તો ખોટાં મૂલ્યોને પ્રતિષ્ઠા મળી જાય છે. એટલે સાચી અસરકારકતા પેદા કરવા માટે ચારે સંસ્થાનો અનુબંધ થાય તો જ કંઈક થઈ શકે ! એ માટે આમરણાંત ઉપવાસ કરવા પડે તે તે પણ કરીને એ અસર ઊભી કરવી પડશે !
કેટલાક પ્રશ્નો! એકવાર ચાતુર્માસમાં કોઠ ગામમાં હતો. ત્યાં એક મુદ્દો આવ્યો. એક પટેલે એક કુંભારના ઘરની સામે માતાની દહેરી નાખી. કુંભાર એટલે વસવાયા. એમનું શું ગજું? તેની સ્ત્રી મારી પાસે આવી. ઘણા પ્રયત્નના અંતે પ્રશ્ન લવાદને સંપાયો. આ દહેરીનું ઉત્થાપન થવું જોઈએ, તે નક્કી થયું; પણ તે કામ કોણ કરે? કઈ માથે લેવા તૈયાર ન થાય; દેવનું ઉત્થાપન થાય અને દેવ કોપે તો 1 પટેલને દેવીએ એવું સ્વપ્નમાં કહ્યું કે “મારે બીજાની જમીનમાં બેસવું છે!” ત્યારે તેણે સ્વપ્નમાં દેવીને સમજાવવાં જોઈએ કે “માજી ! મારા હક્કની જમીનમાં બેસે!” આવા પ્રસંગોમાં પંચ તટસ્થ ન હોય તે ન્યાયનું મૂલ્ય રહેતું નથી. પછી થોડા પૈસા અપાવી દે છે પણ ન્યાયની જીત થતી નથી. ત્યાં થાબડભાણ થાય છે. એટલે સમાજમાં નિરાશા થાય છે અને ન્યાયની પ્રતિષ્ઠા સમાજમાં થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com