________________
૧૨૫
હતી. જે ભાગ ઉપર જેર દેવામાં આવે તે મૂળ મુદ્દો માર્યો જાય. અંતે લવાદે થોડું વધારે નક્કી કર્યું. તે ગણોતિયાઓને મંદિરે આપવું પડયું.
શુદ્ધિપ્રાગ એટલા માટે થાય છે કે અન્યાયની પ્રતિષ્ઠા ન થવી જોઈએ અને સમાજ લાચાર ન બની જાય! પણ જ્યાં સમાજ વ્યવસ્થિત ન હોય ત્યાં પ્રશ્ન ગુંચવાય છે એટલે સિદ્ધાંતને વાંધો ન આવે ત્યાં લવાદ થઈ શકે છે. પણ જ્યાં મૂળભૂત વાંધો હોય, સમાજ ઉપર ખોટી અસર ઊભી થતી હોય તો લવાદને સાફ ઈન્કાર કરવો જોઈએ. પૈસા અંગે બન્ને વચ્ચે ન્યાયપૂર્ણ અને સમજુતી યુક્ત નિકાલ માટે લવાદ નીમી શકાય છે.
અમદાવાદમાં મજૂરો ને અન્યાય થતો હતો ત્યારે ગાંધીજીએ પ્રશ્ન ઉપાડ્યો. તેમણે મજૂરોને કહ્યું કે તમને ન્યાય મળે તેવી ભૂમિકા ઊભી થશે; પણ તમારે સંગઠન કરવું પડશે. પછી સભા થઈ. મીલે બંધ પડી. મીલમાલિકનું સંગઠન હતું પણ મીલમજૂરો વેર-વિખેર હતા. તેમાંથી કેટલાક લાલચમાં પડ્યા; કેટલાક બહાર રહ્યા અને હડતાલ તૂટવાનો ડર આવીને ઊભો રહ્યો. તે વખતે મજૂરોની અંતઃશુદ્ધિ નિમિત્તે ગાંધીજીએ ઉપવાસ કર્યા. ગાંધીજી માટે મીલમાલિકે તરફથી અંબાલાલ સારાભાઈ વગેરેને માન હતું. ઘણા મીલમાલિકોના મનમાં શંકા હતી કે ગાંધીજી તટસ્થ હોવા છતાં મજૂરોને પક્ષ લેશે! અનશન શરૂ કર્યું ત્યારે અંબાલાલભાઈ જેવાને પણ લાગી આવ્યું કે બાપુ મજૂરનું ખેંચે છે! મજુરોમાંથી પણ ઘણુ ખસી જવા માગતા હતા, ગાંધીજીના આ પ્રયાસોથી તે નારાજ થયા! અહીં ગાંધીજીની વિચિત્ર પરિસ્થિતિ હતી. બન્ને પક્ષો તેમને એકબીજાના પક્ષકાર માનતા હતા. અંત અંબાલાલભાઈ, અનસુયાબેન, શંકરલાલ બેંકર જેવાના પ્રયત્નથી બન્ને પક્ષ માટે ગાંધીજીએ આનંદશંકર બાપુભાઈ ધ્રુવને લવાદ નીમ્યા. તેમને ફેંસલે બન્ને પક્ષે માન્ય રાખે.
આ એક વિચિત્ર સયાગજ હો ત્યારે પ્રસંગ વશ લવાદની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com